Surat : દિવાળી પહેલા કોર્પોરેશનના કર્મચારીઓને મળશે વેતન અને પેન્શન

|

Oct 17, 2022 | 9:20 AM

કોરોના બાદ આ દિવાળીમાં સૌથી વધારે રોનક જોવા મળી રહી છે. ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ  અને કોન્ટ્રાકટરોના બિલ પાસ કરીને તેમની દિવાળી સુધારવાની તૈયારી પણ તંત્ર દ્વારા  કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 

Surat : દિવાળી પહેલા કોર્પોરેશનના કર્મચારીઓને મળશે વેતન અને પેન્શન
Corporation employees will get salary and pension before Diwali

Follow us on

સુરત મહાનગરપાલિકાના (Surat Municipal Corporation ) આગોતરા આયોજનથી મહાનગરપાલિકાના કર્મચારીઓ (Employees ) તેમજ પાલિકામાં કામ કરતા કોન્ટ્રાક્ટરો (Contractors ) માટે દિવાળી સારી બનવાની છે. સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓને દિવાળી પહેલા એટલે કે 19 ઓક્ટોબરની આસપાસ પગાર અને પેન્શન આપવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટરોના બિલ પાસ કરવાની પ્રક્રિયા પણ ઝડપી કરવામાં આવી છે. કોર્પોરેશનના કર્મચારીઓ ઉપરાંત ચોથા વર્ગના કર્મચારીઓને બોનસ પણ આપવાની વાતથી તેમની દિવાળી સુધરવાની સંભાવના દેખાઈ રહી છે.

ઓક્ટોબરના પગાર અને પેન્શનની એડવાન્સ ચૂકવણી કરવાનો નિર્ણય

આ વર્ષે પણ દિવાળી મહિનાના અંતિમ સપ્તાહમાં છે, જેથી દિવાળી દરમિયાન કર્મચારીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મ્યુનિસિપલ પ્રશાસને ઓક્ટોબરના પગાર અને પેન્શનની એડવાન્સ ચૂકવણી કરવાનો નિર્ણય લીધો છે. મ્યુનિસિપલ તંત્રની યોજના હેઠળ 18 કે 19 ઓક્ટોબરે કર્મચારીઓના ખાતામાં એડવાન્સ પગાર અને પેન્શન પણ ચૂકવવામાં આવશે. મહાનગરપાલિકાના આ નિર્ણયથી 20 હજારથી વધુ કર્મચારીઓની દિવાળી સુધરશે.

ચોથા વર્ગના 9200 કર્મચારીઓને 3 કરોડનું બોનસ આપવામાં આવશે

આ ઉપરાંત મહાનગરપાલિકા ચોથા વર્ગના 9200 કર્મચારીઓને રૂ.3.5 કરોડનું બોનસ પણ આપશે, ઓક્ટોબરની રજા નવેમ્બરના પગારમાં એડજસ્ટ કરવામાં આવશે. મહાનગરપાલિકાના કર્મચારીઓના પગારની સાથે જે કોન્ટ્રાક્ટરોની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બિલની ચૂકવણી બાકી છે તેવા કોન્ટ્રાક્ટરોના બિલની ચૂકવણી પણ મહાનગરપાલિકા પ્રશાસને ઝડપી બનાવી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

નોંધનીય છે કે કોરોના બાદ આ દિવાળીમાં સૌથી વધારે રોનક જોવા મળી રહી છે. ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ  અને કોન્ટ્રાકટરોના બિલ પાસ કરીને તેમની દિવાળી સુધારવાની તૈયારી પણ તંત્ર દ્વારા  કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Next Article