સુરતમાં લાખોનો ખર્ચે બનાવેલી કોરોના ટેસ્ટિંગ લેબને લઈને વિવાદ, બંધ હોવાનો ઘટસ્ફોટ

|

Nov 30, 2021 | 8:47 PM

સુરત વીર નર્મદ યુનિવર્સિટીમાં જિનોમ લેબ તૈયાર કરી દેવામાં આવી છે. લેબમાં તમામ પ્રકારની ફેસેલીટીઓ પણ છે. પરંતુ હાલ જે સેમ્પલ લઇ રહ્યા છે તેને આપણે ગાંધીનગર મોકલી રહ્યા છે

કોરોના(Corona) વાયરસના નવા વેરિયન્ટ ઓમીક્રોનથી (Omicron) સમગ્ર દુનિયામાં ફફડાટ ફેલાયો છે.ગુજરાત (Gujarat) સરકાર પણ નવા વેરિયન્ટને લઈને સતર્ક છે.ત્યારે સુરતમાં (Surat)કોરોનાના વેરિયન્ટને શોધવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંજીનોમ લેબ (Genome Lab) ઊભી કરવામાં આવી છે.જો કે આ લેબમાં કોઈપણ સેમ્પલ મોકલવામાં આવી રહ્યા નથી.

સરકારી બાબુઓ અને કાગળોની આંટીઘુંટીમાં જીનોમ સિક્વન્સ લેબ ફસાઈ છે.ICMR દ્વારા મંજૂરી આપ્યા બાદ કરોડો રૂપિયા લેબમાં સેફ્ટી સ્ટાન્ડર્ડ માટે ખર્ચવામાં આવ્યા છે છતાં પણ ઘર આંગણે જે સુવિધા છે તેનો કોઈ ઉપયોગ ન કરાતા  લાખો રૂપિયાના ખર્ચ પણ શોભાના ગાંઠિયા સમાન જીનોમ લેબ ઉભી કરવામાં આવી છે.

જ્યારે તંત્રનું કહેવું છે કે, યુનિવર્સિટીમાં જિનોમ લેબ તૈયાર કરી દેવામાં આવી છે. લેબમાં તમામ પ્રકારની ફેસેલીટીઓ પણ છે. પરંતુ હાલ જે સેમ્પલ લઇ રહ્યા છે તેને આપણે ગાંધીનગર મોકલી રહ્યા છે.સુરતમાં વિદેશથી આવેલા મુસાફરોમાં ઓમિક્રોન વેરિયન્ટ છે કે કેમ તે જાણવા માટે એક મહિના કરતાં વધુનો સમય લાગશે.

આ પણ  વાંચો :  સુરત ચેમ્બર ઓફ કોમર્સ અને ફિઆસ્વીએ ટેક્સટાઇલ પર જીએસટીના દરમાં વધારાને પરત ખેંચવા દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું

આ પણ  વાંચો : ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુના સમયગાળામાં થયો ફેરફાર, જાણો વિગતે

Next Video