હિજાબ (hijab) ને વિવાદ હવે ગુજરાતમાં પહોંચ્યો છે. સુરત (Surat)માં હીરાબાગ વિસ્તારમાં આવેલી પી.પી.સવાણી સ્કૂલ (School) માં આજે પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રખરતા શોધ કસોટી દરમિયાન સ્કૂલમાં કેટલીક વિદ્યાર્થિનીઓ (students) હિજાબ પહેરીને આવતા વિવાદ થયો હતો.
હિંદુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા સ્થાનિક રહેવાસી અને હિંદુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો, શાળા બહાર હિન્દુ સંગઠનના આગેવાનો એકઠા થયા હતા. હિન્દૂ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી.
પી.પી.સવાણી સ્કૂલમાં પ્રખરતા શોધ કસોટી દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિસાબ પહેરીને શાળાએ પહોંચતાં જ તેમનો વિરોધ કરવામા આવ્યો હતો. આ પ્રકારે તેઓ અહીં હિજાબ પહેરીને શાળામાં ન આવી શકે એ પ્રકારના ઉગ્ર સૂત્રોચ્ચાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યા હતા. દેશભરની અંદર હવે વાતાવરણ તંગ થતું હોય એવું જોવા મળી રહ્યું છે.
હિન્દુ સંગઠનોનું કહેવું છે કે ગુજરાતને પણ શાહીન બાગ બનાવવાનું યંત્ર ચાલી રહ્યું છે. એના ભાગરૂપે આ પ્રકારે ધાર્મિક લાગણી દુભાય એ પ્રકારનું કૃત્ય ચલાવવામાં આવી રહ્યું છે. શાળામાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ પોતાના ધાર્મિક પહેરવેશ પહેરીને કેવી રીતે આવી શકે. એ એક મોટો પ્રશ્ન છે. આ સાંખી લેવાશે નહીં. સમગ્ર ગુજરાતભરની અંદર તેનો વિરોધ કરવામાં આવશે
આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા હત્યાકાંડ બાદ સુરતની તમામ યુવતીઓમાં ભયનો માહોલ, શરૂ કરાયા સેલ્ફ ડિફેન્સ ક્લાસ
આ પણ વાંચો: Surat: સાયબર ક્રાઇમ પોલીસની નકલી વેબસાઈટ બનાવનાર ઝડપાયો, નકલી પોલીસ બની લોકો સાથે કરતા હતા ઠગાઈ
Published On - 3:34 pm, Tue, 22 February 22