આગામી તારીખ 18થી 20 એપ્રિલ દરમિયાન સુરતમાં (Surat) પહેલી વખત યોજાનારા સ્માર્ટ સિટી (Smart City) સમિટ માટે મનપા દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. કેન્દ્રના પાંચથી વધુ મંત્રીઓ (Minister ) તથા કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓની હાજરીમાં યોજાનારા આ કાર્યક્રમ અત્યાર સુધીનો સુરત મનપામાં સૌથી વિશિષ્ટ કાર્યક્રમ બની રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. ગ્રીન સુરતની થીમ ૫ર આયોજીત થનારા સ્માર્ટ સિટી સમિટ બાબતે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું કે સરસાણા કન્વેન્શન ટીટીપી, સુરત – ડુમસ આઈકોનિક સેન્ટરની આસપાસના વિસ્તાર રોડ, બાયો ડાયવર્સિટી પાર્ક વગેરે સમિટના ત્રણ દિવસો દરમિયાન જેવા પ્રોજેક્ટો સ્માર્ટ સિટી સમિટના નોનમોટરેબલ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે અને તે ખાસ ડેલિગેટ્સોની સાઈટ વિઝિટ માટે અલગ કરવામાં આવશે. ખાસ કરીને મોટા વાહનોની અવર – જવર પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે .
પ્રથમ દિવસે સ્માર્ટ સિટી એવોર્ડ ફંક્શન, બીજા દિવસે ટેક્નિકલ સમીક્ષા અને ત્રીજા દિવસે મનપાના વિવિધ સ્પેશિયલ પ્રોજેક્ટોની સાઈટ વિઝિટની વ્યવસ્થા કરવામાં આવી છે. ઐતિહાસિક કિલ્લાઓ, કેનાલ કોરીડોર , ડુમસ વોક – વે , સુરતી આઈ – લેબ , ડાયમંડ બુર્સ , બમરોલી ત્રણ દિવસીય સમિટમાં પ્લાસ્ટિક ફ્રી આયોજન કરવામાં આવશે. ડેલિગેટ્સોને હોટલોથી સાઈટ વિઝિટ અને સરસાણા ખાતે લાવવા – લઈ જવા માટે ઈલેક્ટ્રિક બસનો ઉપયોગ કરવામાં આવશે. અંદાજે 400 ડેલિગેટ્સો સમિટમાં ભાગ લેશે. બે – ચાર દિવસમાં સમિટમાં ભાગ લેનારા ડેલિગેટ્સોના શીડ્યૂલ્ડ બાબતે સ્પષ્ટતા થશે.
સુરત મનપા દ્વારા શહેરની વિવિધ હોટલોમાં 500થી વધુ રૂમો બુક કરવામાં આવ્યા છે. 100 શહેરોમાંથી આવનારા મહેમાનો માટે રહેવા, જમવા સહિતની વ્યવસ્થા લગભગ કરી દેવામાં આવી છે. મનપાના આયોજનમાં કોઈ કચાસ નહીં રહી જાય તે માટે મનપાના મેયર સહિતના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સહિતના અધિકારીઓ વચ્ચે સમિટને લઈ એક બેઠક મળી હતી. મનપાના અધિકારીઓ દ્વારા તૈયારીનું પ્રેઝેન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું.
આમ પહેલીવાર સુરતમાં સ્માર્ટ સીટી સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે કોર્પોરેશન દ્વારા તેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્માર્ટ સિટીની સ્પર્ધામાં અગ્રેસર રહેલા સુરત શહેરના અનેક પ્રોજેક્ટોની જાણકારી પણ સુરતના મહેમાન બનનાર અન્ય શહેરોના મેયર અને અધિકારીઓને આપવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી સુરત મનપાને એવોર્ડ પ્રાપ્ત થઈ રહ્યો છે. આ સાથે દર વર્ષે એક સમિટનું આયોજન પણ કરવામાં આવે છે. આ વર્ષે પ્રથમ વખત સુરત શહેરમાં રાષ્ટ્રીય સમિટનું આયોજન થવા જઇ રહ્યું છે .
આ પણ વાંચો : Surat : વાહનચાલકો પાસેથી નાણા ઉઘરાવવાના વાયરલ થયેલા વિડીયો મામલો, છ ટ્રાફિક બ્રિગેડ કર્મીઓને ફરજ મોકૂફ કરાયા
આ પણ વાંચો : SURAT: ચોકીદારે જ ઓફિસમાં એકલા બેઠેલા માલિકને લૂંટ્યા, ગળે કોયતો રાખીને 6 લાખની લૂંટ ચલાવી