Surat : કડોદરાની જ્વેલર્સ શોપમાંથી સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી 3 થી 4 લોકો થયા ફરાર

|

Jul 06, 2021 | 10:51 PM

3 થી 4 જેટલા ઈસમો આવ્યા અને ઘરેણાં જોવા માટે માગ્યા હતા. દુકાનમાં બુકાની ધારીઓએ કામદારને માથાના ભાગે હથોડી મારીને સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી દીધી.

સુરતના કડોદરામાં એક જ્વેલર્સ શોપમાં (Jewelers Shop) ધોળે દિવસે 3થી 4 જેટલા લોકોએ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા. સરદાર કોમ્પ્લેક્ષ ખાતે આવેલ એસ.જી. જવેલર્સમાં સવારે 8 વાગ્યાના અરસામાં દુકાનમાં કામ કરતો કામદાર દુકાન ખોલીને સાફ સફાઈ કરતો હતો.

આ દરમિયાન 3 થી 4 જેટલા ઈસમો આવ્યા અને ઘરેણાં જોવા માટે માગ્યા હતા. એટલામાં જ 3 પૈકી એક માણસે તેને પકડીને દોરી વડે બાંધી દીધો હતો અને દુકાનમાં બુકાની ધારીઓએ કામદારને માથાના ભાગે હથોડી મારીને સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી દીધી.

 

આ પણ વાંચો : Ahmedabad : ગ્રાહક કોર્ટનો કેરી બેગના 10 રૂપિયાને બદલે ગ્રાહકને 1500 રૂપિયા ચૂકવવા આદેશ

Next Video