Ahmedabad : ગ્રાહક કોર્ટનો કેરી બેગના 10 રૂપિયાને બદલે ગ્રાહકને 1500 રૂપિયા ચૂકવવા આદેશ

ચુકાદામાં ગ્રાહક કોર્ટે ગ્રાહકને દસ રૂપિયા કેરી બેગના અને એનું આઠ ટકા વ્યાજ સહિત હેરાનગતિની રૂપિયા એક હજારની રકમ તેમજ ખર્ચ પેટે રૂપિયા 500 ચુકવવાનો આદેશ કર્યો

Ahmedabad : ગ્રાહક કોર્ટનો કેરી બેગના 10 રૂપિયાને બદલે ગ્રાહકને 1500 રૂપિયા ચૂકવવા આદેશ
ગ્રાહક કોર્ટનો કેરી બેગના 10 રૂપિયાને બદલે ગ્રાહકને 1500 રૂપિયા ચૂકવવા આદેશ
Follow Us:
Sachin Kolte
| Edited By: | Updated on: Jul 06, 2021 | 10:25 PM

અમદાવાદમાં બ્રાન્ડ ફેક્ટરી (Brand Factory)મોલમાં કેરી બેગ(Carry Bag)ના દસ રૂપિયા ચાર્જ લેવા મામલે ગ્રાહક સુરક્ષા  કોર્ટનો મહત્વનો અને ઉદાહરણરૂપ ચુકાદો આવ્યો છે.આ મોલમાં ખરીદી કરવા જતા ગ્રાહકો માટે આ ચુકાદો ખૂબ મહત્વનો કહી શકાય ગ્રાહક કોર્ટે પોતાના ચુકાદામાં ટાંકયું છે કે ફરિયાદીના કહેવા મુજબ એમની માંગણી યોગ્ય છે અને તેઓ તેમના ખોટી રીતે લેવાયેલા 10 રૂપિયાના તેઓ હકદાર છે.

ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરી હતી 

મૌલિન ફાડીઆ નામના વ્યક્તિએ બ્રાન્ડ ફેક્ટરી(Brand Factory) માથી લગભગ અઢી હજાર રૂપિયાની ખરીદી કરી અને એમની પાસે કેરીબેગ ન હોવાથી કાઉન્ટર ઉપર થેલીની માંગણી કરતા બ્રાન્ડ ફેક્ટરી પ્રિન્ટેડ બેક દસ રૂપિયા આપીને લેવાની ફરજ પડી જે બાબતને લઈને મૌલિન ફાડીઆએ એડવોકેટ થકી ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરતાં આ મામલે કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

નેશનલ કમિશને પણ આ જ રીતે ગ્રાહકોની તરફેણમાં ચુકાદો આપ્યો

ચુકાદામાં કોર્ટે ગ્રાહકને દસ રૂપિયા થેલીના  એનું આઠ ટકા વ્યાજ સહિત હેરાનગતિની રૂપિયા એક હજારની રકમ તેમજ ખર્ચ પેટે રૂપિયા 500 ચુકવવાનો આદેશ કર્યો.મૌલિન ફાડીઆના વકીલ દ્વારા આ મામલે કેટલાક અન્ય જજમેન્ટ્સ પણ કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યા, જેમાં આવા કિસ્સાઓમાં નેશનલ કમિશને પણ આ જ રીતે ગ્રાહકોની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

જાહેરાત સ્ટોરની બહાર  મૂકી ન હતી

ગ્રાહક કોર્ટે નોંધ્યું છે કે, ગ્રાહક જયારે મોલમાં સામાનની ખરીદી કરવા ગયેલા ત્યારે આવી કોઇ જાહેરાત સ્ટોરની બહાર  મૂકી ન હતી. પરંતુ પાછળથી આવી જાહેરાતવાળા ફોટોગ્રાફસ રજૂ કરીને ખોટો બચાવ કર્યો છે. જે રજૂઆત અંગે  અદાલત સંમત નથી. તેથી મોલ મેનેજમેન્ટના જણાવ્યા મુજબના બચાવ માનવાને પાત્ર નથી.

જેમાં સરકાર તરફથી પ્લાસ્ટીકની થેલી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારથી મોલથી માંડીને શો રૂમના સંચાલકો તરફથી કેરી બેગના અલગથી રૂપિયા લેવામાં આવે છે. જેના પગલે અનેક સ્થળોએ આવી ફરિયાદ ઉઠવા પામી છે. તેથી  ગ્રાહકોને વસ્તુ ખરીદયા બાદ ફરજિયાત પણે નાણા ચૂકવવામાં પડે છે.

આ પણ વાંચો : Cabinet Expansion : મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, આ દિગ્ગજ નેતાઓ બની શકે છે મંત્રી

આ પણ વાંચો : Alert : ગુજરાતથી લઇ જમ્મુ સીમા પર ડ્રોનથી જાસૂસી વધારી રહ્યું છે પાકિસ્તાન, અત્યાર સુધી 99 વાર દેખાયું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">