Surat : પલસાણામાં ખાડીના પુલ પર પાણી ફરી વળ્યાં, ફસાયેલા કાર ચાલકને સ્થાનિકોએ બચાવ્યો

|

Aug 19, 2021 | 8:28 PM

જેમાં પાણી વચ્ચે કાર હંકારી જતા કાર ચાલક ફસાયો હતો. આ દ્રશ્ય જોઇને સ્થાનિકોએ દોડી આવી કાર અને ચાલકનો બચાવ કર્યો હતો.

સુરતના પલસાણા તાલુકાના અંત્રોલી ગામની ઘટના સામે આવી છે. જેમાં અંત્રોલીથી ઓવીયાણ વચ્ચેની ખાડીના પુલ પર પાણી ફરી વળ્યાં હતા. જેમાં પુલ પરથી પાણી જતું હોવા છતાં એક કાર ચાલક પસાર થયો હતો. જેમાં પાણી વચ્ચે કાર હંકારી જતા કાર ચાલક ફસાયો હતો. આ દ્રશ્ય જોઇને સ્થાનિકોએ દોડી આવી કાર અને ચાલકનો બચાવ કર્યો હતો.

આ ઉપરાંત સુરત સહિત વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં કપરાડામાં ચાર કલાકમાં 1.08 ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે ધરમપુરમાં 2.32 ઇંચ તો પારડીમાં 2.88 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સવારે 4 કલાકમાં વાપીમાં 2.28 ઇંચ અને વલસાડમાં 2.24 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના 30 તાલુકામાં 1 ઈંચથી 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જયારે રાજ્યના 12 તાલુકામાં 2 ઈંચથી 5 ઈંચ વરસાદ વરસ્યો પડ્યો છે. તેમજ રાજ્યના કુલ 43 તાલુકામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વલસાડ અને પારડીમાં 5-5 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ છેલ્લા 2 કલાકમાં ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જયારે છેલ્લા 2 કલાકમાં ભરૂચના અંકલેશ્વરમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ છેલ્લા 2 કલાકમાં બોટાદના ગઢડામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : Surat: દશામાની અવદશા બાદ સુરતના સ્વયંસેવકોએ 800 પ્રતિમાઓને દરિયામાં પુનઃ વિસર્જીત કરી 

આ પણ વાંચો : Whiskey Lovers: તમને ખબર છે કે આ વ્હિસ્કીની એક બોટલ ખરીદવી એટલે કે 1 BHK ફ્લેટ ખરીદવા બરાબર છે, જાણો કેમ છે આટલી મોંઘી

Published On - 8:26 pm, Thu, 19 August 21

Next Video