Breaking News: Surat: એક વર્ષની બાળકીએ રમતા રમતા એસિડ પી લીધુ, માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

|

Mar 31, 2023 | 11:45 AM

Surat: સુરતમાં એક વર્ષની બાળકીએ રમતા રમતા એસિડ પી લેતા દોડધામ મચી ગઈ હતી. બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. લીંબાયતના મદીના મસ્જિદ પાસે રહેતા પરિવારની બાળકીએ રમતા રમતા એસિડ પી લીધુ હતી અને બાદમાં રડવા લાગતા જાણ થઈ હતી.

Breaking News: Surat: એક વર્ષની બાળકીએ રમતા રમતા એસિડ પી લીધુ, માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

Follow us on

સુરતમાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમા લીંબાયત વિસ્તારમાં મદીના મસ્જિદ પાસે રહેતા એક પરિવારની એક વર્ષની બાળકીએ રમતા રમતા એસિડ પી લીધુ હતુ. તેની માતા રસોઈ બનાવી રહી હતી ત્યારે બાળકી રમતા રમતા બાથરૂમ પાસે પહોંચી ગઈ હતી.

એક વર્ષની બાળકી રમતા રમતા 50 ML જેટલુ એસિડ ગટગટાવી ગઈ

બાળકીએ એસિડની બોટલ ખોલી મોંઢામં નાખી દેતા બાદમાં રડવા લાગી હતી. બાળકીનો રડવાનો અવાજ સાંભળી માતા દોડીને બાથરૂમ પાસે પહોંચી તો સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. તાત્કાલિક માતાએ બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. હાલ બાળકીની તબિયત નાજુક હોવાનુ સામે આવ્યુ છે.

સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર બાળકી 50 એમએલ જેટલું એસિડ ગટગટાવી ગઈ હતી. તબીબો દ્વારા બાળકીને તાત્કાલિક આઇસીયુ વિભાગમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી છે. જોકે, હાલ બાળકીની હાલત ગંભીર છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

થોડા દિવસ પહેલા બાળકી વીંટી ગળી જતાં અન્નનળીમાં ફસાઈ હતી મૂળ ઓડિશાના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં રહેતા બલરામ મહંતોની 5 વર્ષીય પુત્રી મનસ્વી મંગળવારે ઘરે રમત રમતી હતી. આ દરમિયાન દીકરી રમતાં-રમતાં પોતાના જમણા હાથની આંગળીમાં પહેરેલી તાંબાની વીંટી મોઢામાં નાખી હતી.

 

ત્યારે અચાનક બાળકીથી વીંટી ગળાઈ જતાં ગળામાં દુખાવો શરૂ થયો હતો. બાળકી વીંટી ગળી ગઇ હોવાની જાણ થતાં પરિવાર ચોંકી ઊઠ્યો હતો. ચિંતામાં મુકાઈ ગયો હતો. ત્યાર બાદ પરિવાર બાળકીને લઈ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો. એક કલાક દૂરબીનની મદદથી તબીબોને અન્નનળીમાં ફસાયેલી વીંટી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

આ તરફ સુરતમાં રખડતા શ્વાનનો આતંક બંધ થવાનું નામ નથી લઇ રહ્યુ. રખડતા શ્વાને ફરી એક બાળક પર હુમલો કર્યો છે. અલથાણ ગામમાં બે શ્વાને પાંચ વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને થાપાના ભાગે બચકા ફર્યા હતા. સ્થાનિકોની નજર પડતા તેમણે દોડી આવી બાળકીને શ્વાનની ચુંગાલમાંથી છોડાવી હતી.

છેલ્લા 40 દિવસમાં રખડતા શ્વાનના હુમલાની ત્રણ ઘટના સામે આવી છે. જેમા બે બાળકોનો ભોગ લેવાયો છે.  બીજી તરફ પુખ્તવયના નાગરિકોને શ્વાન કરડી જવાના કેસોમાં પણ વધારો થયો છે. વારંવાર આ પ્રકારના હુમલાથી સુરત પાલિકાની કાર્યવાહી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Surat : કોંગ્રેસના પૂર્વ મહિલા મોરચાના પ્રમુખ મેઘના પટેલની મુસીબતમાં વધારો, પાસા કરી અમદાવાદ જેલમાં મોકલાઈ

સુરતમાં  શ્વાનના આતંકની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે.  માતા-પિતાની ચિંતા વધારતી વધુ એક ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના કુંવરદા ગામમાં ઘરની બહાર રમી રહેલા 7 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કર્યો છે. શ્વાને બાળકના શરીર પર જીવલેણ બચકા ભરતા ઈજાગ્રસ્ત થયો હતો. સદ્દનસિબે લોકો દોડી આવતા બાળકનો બચાવ થયો હતો. હાલ ઇજાગ્રસ્ત બાળકને પ્રાથમિક સારવાર અપાઈ છે. પરંતુ બીજી તરફ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 9:58 am, Fri, 31 March 23

Next Article