Breaking News : સુરતમાં કરોડોની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ! નકલી અધિકારી બની વેપારીને રૂ. 1.29 કરોડનો ચૂનો લગાવનાર ઝડપાયો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાને સાયબર ફોરેન્સિક સ્પેશિયાલિસ્ટ ગણાવતો હતો. વેપારી પર પ્રભાવ પાડવા માટે તેણે ભારતના રાજચિહ્નવાળું નકલી આઈડી કાર્ડ બનાવ્યું હતું. આ ઉપરાંત સરકારી બોર્ડવાળી કારનો ઉપયોગ કરીને પોતે સરકારી અધિકારી હોવાનો દેખાવ કરતો હતો.

Breaking News : સુરતમાં કરોડોની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ! નકલી અધિકારી બની વેપારીને રૂ. 1.29 કરોડનો ચૂનો લગાવનાર ઝડપાયો
cyber crime
| Updated on: Nov 03, 2026 | 1:24 PM

સુરત સાયબર ક્રાઇમ સેલે કરોડોની ઓનલાઇન છેતરપિંડીના એક મોટા કેસમાં સફળતા મેળવી છે. પોતાને સરકારી સાયબર ફોરેન્સિક અધિકારી ગણાવી પેટ્રોકેમિકલ વેપારી સાથે રૂ. 1.29 કરોડની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી પ્રિયાંક સમીરભાઈ વ્યાસને મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપીએ ફોરેક્સ ટ્રેડિંગ, IP સર્વર અને ક્રિપ્ટો કરન્સીમાં ઊંચું વળતર આપવાની લાલચ આપીને વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો હતો.

નકલી સરકારી ઓળખ બતાવી વેપારીનો વિશ્વાસ જીત્યો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાને સાયબર ફોરેન્સિક સ્પેશિયાલિસ્ટ ગણાવતો હતો. વેપારી પર પ્રભાવ પાડવા માટે તેણે ભારતના રાજચિહ્નવાળું નકલી આઈડી કાર્ડ બનાવ્યું હતું. આ ઉપરાંત સરકારી બોર્ડવાળી કારનો ઉપયોગ કરીને પોતે સરકારી અધિકારી હોવાનો દેખાવ કરતો હતો. સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા CA રોહન કેલાવાલાએ વેપારીની આરોપી સાથે મુલાકાત કરાવી હતી. જોકે, આ કેસમાં CA રોહન કેલાવાલા હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

11 મહિનામાં 21 હપ્તામાં પડાવ્યા રૂ. 1.29 કરોડ

આરોપીએ વેપારીને ફોરેક્સ ટ્રેડિંગ, IP સર્વર અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાથી મોટો નફો મળશે તેવી લાલચ આપી હતી. વેપારીને વિશ્વાસમાં લેવા માટે આરોપી પોતાના લેપટોપમાં કરોડો રૂપિયાનું નકલી બેલેન્સ બતાવતો હતો. ત્યારબાદ Gas Fee, પ્રોસેસિંગ ફી અને સર્વર એરર જેવા અલગ-અલગ બહાનાં બનાવી 11 મહિનામાં કુલ 21 હપ્તામાં રૂ. 1.29 કરોડ પડાવી લીધા હતા.

છેતરપિંડીના પૈસાથી ખરીદી BMW કાર અને કરોડોની પ્રોપર્ટી

પોલીસ તપાસ મુજબ, વેપારી પાસેથી પડાવેલી રકમમાંથી આરોપીએ મુંબઈમાં કરોડોની પ્રોપર્ટી ખરીદી હતી. આ ઉપરાંત એક ફ્લેટ માટે રૂ. 80 લાખનું ટોકન આપ્યું હતું અને લક્ઝરી BMW કાર પણ વસાવી હતી. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ, ક્રિપ્ટો વોલેટ કાર્ડ, બનાવટી આઈડી કાર્ડ, ફ્લેટના દસ્તાવેજો સહિત BMW અને હોન્ડા સિટી કાર કબજે કરી છે.

અન્ય લોકો સાથે પણ રૂ. 2 કરોડની છેતરપિંડીની આશંકા

આ કેસમાં માત્ર ફરિયાદી વેપારી જ નહીં, પરંતુ તેના મિત્ર પાસેથી પણ રૂ. 74.90 લાખ પડાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરતના અન્ય લોકો પાસેથી પણ અંદાજે રૂ. 2 કરોડ જેટલી રકમની છેતરપિંડી થઈ હોવાની આશંકા છે. પોલીસે આ સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી છે.

સુરત સાયબર ક્રાઇમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આરોપીની ધરપકડ બાદ હવે ફરાર CA રોહન કેલાવાલાને પકડવા માટે પોલીસની ટીમો કામે લાગી છે.

Breaking News : દિવાળી-છઠ પૂજાની ભીડ વચ્ચે રેલવેનો મોટો નિર્ણય! 6 સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ બંધ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.