Breaking News: સુરતમાં કોરોના વાયરસ ફરી વકર્યો 60 વર્ષિય વૃદ્ધાનું કોરોનાથી થયુ મોત, અઢી મહિના બાદ મોતનો કેસ

Breaking News: સુરતમાં કોરોના વાયરસ ફરી વકર્યો છે. અઢી મહિના બાદ કોરોનાથી મોતનો કેસ સામે આવ્યો છે. જેમા કાપોદ્રા વિસ્તારની 60 વર્ષિય વૃદ્ધાનું કોરોનાથી મોત થયુ છે. દર્દીને 12 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

Breaking News: સુરતમાં કોરોના વાયરસ ફરી વકર્યો 60 વર્ષિય વૃદ્ધાનું કોરોનાથી થયુ મોત, અઢી મહિના બાદ મોતનો કેસ
| Edited By: | Updated on: Mar 10, 2023 | 10:54 AM

Breaking News Surat: સુરતમાં કોરોનાએ શહેરમાં ફરીથી ધીરે-ધીરે માથું ઉચવાનું શરૂ કર્યું છે. ધીરે-ધીરે કોરોનાના નવા કેસો નોંધાવાના શરૂ થઈ ગયા છે. છેલ્લા 2 દિવસમાં શહેરમાં કોરોનાના વધુ ૩ કેસ નોંધાયા છે. તેમાંથી કાપોદ્રાની 60 વર્ષની મહિલાનું મોત નિપજ્યું હતું. અઢી મહિના બાદ સુરતમાં કોરોનાના દર્દીનું મોત થયું છે. 2023નું કોરોનાથી થયેલું આ પ્રથમ મોત છે. સુરતના વરાછા ઝોન એમાં કાપોદ્રા વિસ્તારમાં રહેતા 60 વર્ષિય વૃદ્ધાનું કોરોનાથી મોત થયુ છે.

મૃતક વૃદ્ધા કોરોના સહિત અન્ય ગંભીર બીમારીથી પણ પીડાતા હતા

તેમને છેલ્લા 12 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ અને પગમાં સોજા આવવાની ફરિયાદ હતી. આથી સારવાર માટે હોસ્પિટલ ગયા હતા જ્યાં ટેસ્ટ કરતા પોઝિટિવ આવ્યા હતા. દર્દીને ડાયાબીટીસ, બ્લડ પ્રેશર અને કીડનીની જૂની ગંભીર બીમારી હતી. તેઓનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. તેમના સંપર્કમાં આવેલા ઘરના 7 સભ્યોના ટેસ્ટ કરાયા હતા જે નેગેટીવ આવ્યા છે. તેમજ દર્દીના સંપર્કમાં આવેલા અન્ય 15 વ્યક્તિઓના પણ ટેસ્ટ કરાયા હતા જે નેગેટિવ આવ્યા છે.

તેમજ જેમાં ઘોડદોડ રોડમાં 86 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીને ત્રણ દિવસથી શરદી,ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.આથી પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવિડનો ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. દર્દીને ડાયાબીટીસ,બ્લડ પ્રેશર અને પાર્કિઝમની બીમારી છે. દર્દીની તબિયત હાલમાં સ્થિર છે. તેમજ પ્રાઈવેટ હોસ્પીટલમાં આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. દર્દીના સંપર્કમાં આવેલા 8 સભ્યોના ટેસ્ટ કરાયા હતા. જેના રિપોર્ટ પેન્ડિંગ છે.

આ પણ વાંચો: Breaking News: ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો, આજે નવા 30 કેસ નોંધાયા

દર્દીની ટ્રાવેલિંગ તથા ગેધરિંગની કોઈ હિસ્ટ્રી નથી

દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર મોકલી દેવાયા છે. દર્દીએ કોવિડ રસીના ડોઝ લીધા ન હોવાનું જાણવામાં આવ્યું. છે. તેઓના સેમ્પલ પણ જિનોમ સીકવન્સિંગ માટે મોકલી દેવાયા છે. તેમજ પાલમાં 52 વર્ષીય સ્ત્રીને છેલ્લા 3 દિવસથી તાવ અને ખાંસીની તકલીફ હતી. આથી સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા હતા જ્યા ટેસ્ટ કરતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીને બીજી કોઈ ગંભીર બિમારી નથી તેમજ તેઓની તબિયત હાલમાં સ્થિર છે, હાલમાં ઘરે અઈસોલેસન હેઠળ છે. તેમના સંપર્કમાં આવેલા કુલ 15 સભ્યોના ટેસ્ટ કરાયા હતા જેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. દર્દીની ટ્રાવેલ હીસ્ટ્રી રાજસ્થાનની હતી.

 

Published On - 10:05 am, Fri, 10 March 23