ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (C R Patil) મહત્વનું નિવેદન આપ્યું છે. આગામી વિધાનસભા સત્રમાં (Assembly session) રખડતા ઢોર નિયંત્રણ કાયદાને (Stray Cattle Control Act) રદ કરવામાં આવશે. સુરતમાં ઉદ્યોગ ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા પાટીલે આ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ઢોર નિયંત્રણ કાયદા અંગે ફેર વિચારણ કરવા અમે સરકારને રજૂઆત કરી હતી. જે અંગે સરકાર હકારાત્મક જવાબ આપ્યો છે અને આગામી વિધાનસભા સત્રમાં આ કાયદો રદ કરવામાં આવશે તેવો પણ પાટીલે દાવો કર્યો.
ગુજરાત સરકાર દ્વારા રખડતા ઢોરો ઉપર નિયંત્રણ લાવવા માટે વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જોકે તેને લઈને ગુજરાતભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. અલગ અલગ જિલ્લાઓની અંદર શહેરોની અંદર માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. જેને લઈને સરકારે કાયદા પર ફેરવિચારણા કરવાની વાત કરી હતી. જો કે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સરકારને આ અંગે કરાયેલી રજૂઆત મામલે હકારાત્મક જવાબ મળ્યુ હોવાનું જણાવ્યુ છે અને આગામી સમયમાં આ કાયદો રદ થશે તેવો દાવો કર્યો છે.
મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર રખડતા ઢોરોને લઈને રાજકારણ ગરમાયેલુ છે. 2022માં વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકાર અને ભાજપ લોકોને ગેરમાર્ગે દોરી રહી હોવાનો માલધારીઓએ આક્ષેપ કર્યો હતો. તેમણે એવી ચીમકી આપી હતી કે સરકાર પોતાનું વલણ મક્કમ રાખશે તો ગાંધીનગરમાં પણ માલધારી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થઈને કાયદાનો વિરોધ કરશે. માલધારી સમાજે જણાવ્યુ હતુ કે માલધારી સમાજના ધર્મગુરુઓને આગેવાનો સાથે ચર્ચા કર્યા સિવાય જો વિધાયક લવાશે તો 2022 વિધાનસભાની ચૂંટણીમાં એના પરિણામ જોવા મળશે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો