ભરૂચના ધર્માંતરણ કેસમાં થયો આ નવો અને મોટો ખુલાસો

|

Nov 21, 2021 | 7:01 PM

ભરૂચના ધર્માંતરણ કેસમાં યુવાનોને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યા બાદ જંબુસરની મસ્જિદમાં નમાઝ વાચવાનું શીખવાડવામાં આવતું હતું.

ગુજરાતમાં (Gujarat) ભરૂચના (Bharuch) આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં ધર્માંતરણ                           (Conversion ) કેસમાં નવો ખુલાસો થયો છે.ધર્માંતરણ કરનાર લોકોના બાળકોને મોટો ખુલાસો થયો છે.સુરતના(Surat)પલસાણાના સામરોદ ગામની મદ્રસ-એ-ઇસ્લામિયામાં શિક્ષણ માટે બાળકોને મોકલાયા હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત  ગામના યુવાનોને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યા બાદ જંબુસરની મસ્જિદમાં નમાઝ વાચવાનું શીખવાડવામાં આવતું હતું.જેમાં બિલાલ નામના ઇસમે અંદાજીત 25 લોકોના આધારકાર્ડ બનાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે.નામ બદલવા માટે ગેઝેટમાં સુધારો, સોગંદનામું અને આધાર કાર્ડનો ખર્ચ પણ બિલાલ કરતો હતો.

ઉલ્લેખનીય છે કે, ભરૂચના કાંકરિયામાં મુસ્લિમ ધર્માંતરણના વિવાદ વચ્ચે ભરૂચ શહેરમાં હિંદુઓને ઘર વેચી ચાલ્યા જવા લાલચ અપાઈ છે. એક તરફ લાલચ અને દબાણ આપી હિન્દુઓને મુસ્લિમ અંગિકાર કરવા મજબુર કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ હાથીખાન બજાર વિસ્તારમાં હિન્દુઓને એક કરોડ પ્રતિ ઘર લેખે ઘર વેચી ચાલ્યા જવા ઓફર કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર અહીંના રહિશોને વિદેશથી કોલ આવી રહ્યા છે..તેમજ મેસેજ અને વોટ્સએપ કોલથી મકાનો વેંચવા લાલચ અપાઈ રહી છે.ભરૂચમાં તંત્રએ 2019 થી જ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે.

પરંતુ ક્યાંક આ ધારો માત્ર ચોપડે જ હોય અને અમલમાં ન હોય તેવો ઘાટ ઘડાયો છે. આ અગાઉ પણ જલારામ બાપાનું મંદિર વેચવાના અને હજીખાનામાં હિંદુઓના મંદિર–મકાનો વેચવાના બેનરો માર્યા હતા.ત્યારે વધુ એક વખત આવા બનાવો સામે આવતા તંત્ર સામે સવાલો ઉભા થયા છે.

જ્યારે સુરક્ષાને લઈ સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે તંત્ર સમગ્ર મામલે પગલા લેશે કે માત્ર મુક પ્રેક્ષકની ભુમીકામાં રહેશે તે પણ એક મોટો સવાલ ઉદ્દભવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ધોરણ 1થી5 નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાનો વડોદરા પેરેન્ટસ એસોસિએશનનો વિરોધ, સરકારને પૂછ્યા વેધક સવાલો

આ પણ વાંચો : વાપીમાં સાંસદ કે.સી.પટેલે ભાંગરો વાટ્યો, અપક્ષને ખરીદવાને લઇને કહી આ વાત

Published On - 7:00 pm, Sun, 21 November 21

Next Video