Bardoli : વરસાદ બાદ હવે તસ્કરોએ માઝા મૂકી, એક સાથે ચાર મકાનોને બનાવ્યા નિશાન

|

Jul 18, 2022 | 12:47 PM

બીજા એક બનાવમાં બારડોલીમાં (Bardoli ) જ આવેલા મારુતિ કોમ્પ્લેક્ષમાં બંધ ફ્લેટ નંબર 201ના તાળા તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. પરંતુ છેલ્લા 4 વર્ષથી બંધ ફ્લેટમાં તસ્કરોને કશું મળ્યું ન હતું.

Bardoli : વરસાદ બાદ હવે તસ્કરોએ માઝા મૂકી, એક સાથે ચાર મકાનોને બનાવ્યા નિશાન
Theft in Bardoli Village (File Image )

Follow us on

બારડોલી (Bardoli )પંથકમાં વરસાદી માહોલ બંધ થતાની સાથે જ તસ્કરોએ પોલીસને (Police ) પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે. બારડોલીમાં તસ્કરોએ એક સાથે 4 મકાનોને નિશાન(Target ) બનાવ્યા હતા. તેમાંથી એક ઘરમાંથી સોનાના દાગીના અને રોકડની ચોરી કરી નાસી ગયા હતા. જ્યારે અન્ય ત્રણ મકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. જો કે તસ્કરો ત્યાં લાગેલા કેમેરામાં ઝડપાઈ ગયા છે.

બારડોલીમાં સહયોગ નગર સોસાયટીમાં રહેતા રમણભાઈ કેસુરભાઈ ચૌહાણની પત્નીનું થોડા દિવસો પહેલા જ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વૃદ્ધ દંપતી બાબેનની ગોવિંદધામ સોસાયટીમાં રહેતા પુત્ર હેમંતભાઈ સાથે રહેવા આવ્યું હતું. દરમિયાન તસ્કરોએ સહયોગ નગરમાં તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા. તમામ સામાન વેરવિખેર કરી તસ્કરો કબાટમાં મુકેલ 3 સોનાની બુટ્ટી, 1 ચેઇન, 1 વીંટી અને 25 હજારની રોકડની ચોરી કરીને નાસી છૂટ્યા હતા.

બીજા એક બનાવમાં બારડોલીમાં જ આવેલા મારુતિ કોમ્પ્લેક્ષમાં બંધ ફ્લેટ નંબર 201ના તાળા તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. પરંતુ છેલ્લા 4 વર્ષથી બંધ ફ્લેટમાં તસ્કરોને કશું મળ્યું ન હતું. તે જ સમયે, શાસ્ત્રી રોડ પાછળ, સાંઈ કૃષ્ણ રેસીડેન્સી બંગલા નં. સી-28માં રહેતા અને હાલઅમેરિકા ગયેલા રાજેન્દ્ર જોષીના બંધ મકાનનો મુખ્ય દરવાજો તોડી તસ્કરો ઘરમાં પ્રવેશી સામાન વેરવિખેર કરી ગયા હતા. જોકે, તસ્કરોને હાથ કોઈ કિંમતી સામાન લાગ્યો ન હતો. રાજેન્દ્ર જોષીના ઘરની સામે, બંગલા નં. સી-71માં બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન ઘરમાં હાજર પરિવારના એક સભ્ય જાગી જતાં બારીમાંથી અંદર ઘૂસેલા તસ્કરો અને યુવતી સામસામે આવી જતાં તસ્કરો નાસી છૂટ્યા હતા.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

બારડોલી ગામના 3 તસ્કરો અને 5 તસ્કરો સાંઈ ક્રિષ્ના રેસીડેન્સીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. એક જ રાતમાં બે અલગ-અલગ જગ્યાએ ચાર મકાનોને નિશાન બનાવાયા હતા. ત્યારે આ ગામમાં એક મકાનમાં લૂંટ ચલાવનાર 3 તસ્કરોની હિલચાલ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બીજા કિસ્સામાં સાંઈ ક્રિષ્ના રેસિડેન્સીમાં બે બંગલામાં ચોરીના નિષ્ફળ પ્રયાસ દરમિયાન 5 તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા. પોલીસે આ તમામ સીસીટીવી કેમેરા કબ્જે કરીને તેને આધારે તસ્કરોને પકડવાની તજવીજ શરૂ કરી છે.

Input Credit JIgnesh Mehta (Bardoli )

Next Article