Surat માં ચેતવણીરૂપ કિસ્સો : ઘરમાં ચાર્જિંગમાં મૂકેલી E-bikeની બેટરીમાં Short Circuit બાદ Gas Cylinder ફાટતાં 4 લોકો દાઝી ગયા

|

Oct 14, 2023 | 8:32 AM

Surat : સુરતમાં ચાર્જિંગમાં મુકેલા EV ની બેટરીના કારણે ઘરમાં બોમ્બની જેમ વિસ્ફોટ(battery explodes)ની  ઘટના વિશે સાંભળવા મળ્યું છે. Mobile Phone બાદ હવે ઇલેક્ટ્રિક વેહિકલ(Electric vehicle - EV) સાથે પણ બેટરીમાં શોર્ટસર્કિટના કારણે વિસ્ફોટની ઘટના બની છે. બેટરીમાં વિસ્ફોટની આ ઘટનાઓ તકનીકી ખામીઓ તો ક્યારેક સામાન્ય ભૂલોના કારણે પણ બનતી હોય છે પણ હવે તપાસ જરૂરી જણાય છે.

Surat માં ચેતવણીરૂપ કિસ્સો : ઘરમાં ચાર્જિંગમાં મૂકેલી E-bikeની બેટરીમાં Short Circuit બાદ Gas Cylinder ફાટતાં 4 લોકો દાઝી ગયા

Follow us on

Surat : સુરતમાં ચાર્જિંગમાં મુકેલા EV ની બેટરીના કારણે ઘરમાં બોમ્બની જેમ વિસ્ફોટ(battery explodes)ની  ઘટના વિશે સાંભળવા મળ્યું છે. Mobile Phone બાદ હવે ઇલેક્ટ્રિક વેહિકલ(Electric vehicle – EV) સાથે પણ બેટરીમાં શોર્ટસર્કિટના કારણે વિસ્ફોટની ઘટના બની છે. બેટરીમાં વિસ્ફોટની આ ઘટનાઓ તકનીકી ખામીઓ તો ક્યારેક સામાન્ય ભૂલોના કારણે પણ બનતી હોય છે પણ હવે તપાસ જરૂરી જણાય છે.

સુરતના પુણા વિસ્તારમાં ઇલેક્ટ્રિક બાઇકની બેટરીમાં વિસ્ફોટ થતા દોડધામ મચી હતી. વાત આટલેથી અટકી ન હતી અને ઘટના સાથે વીજકરંટ સ્વીચબોર્ડમાં શોર્ટસર્કિટ પણ થયો હતો. પડતા ઉપર પાટુ મારતી ઘટનામાં ગેસ પણ લીકેજ હોવાથી સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ઘરમાં લાગેલી આગ ઓલવવાના પ્રયાસ દરમિયાન ઘર મલિક પિતા-પુત્ર અને પાડોશી સહીત 4 લોકો દાઝી ગયા હતા જેમને સ્મીમેર સારવાર માટે લઇ જવાયા હતા.

આ પણ વાંચો : Surat Video : તંત્રએ ફરી રાંદેર અને કતારગામ વચ્ચેનું અંતર ઘટાડ્યું, Weir-cum-Causeway પર વાહનવ્યવહાર શરૂ કરાયો

High Blood Pressure : કયા વિટામિનની કમી થી બ્લડ પ્રેશર વધે છે?
ડાબા પડખે સુવાના 4 ફાયદા, જાણી લો
Tomato : ટામેટાંનો રસ ખૂબ જ છે ફાયદાકારક, જાણો કેવી રીતે જ્યુસ બનાવવું
આજનું રાશિફળ તારીખ : 02-11-2024
Video : છૂટાછેડા બાદ ક્રિકેટર હાર્દિક પંડયાએ પહેરી ખાસ અંગૂઠી
આ પાકિસ્તાની એક્ટર જે શાહરૂખ ખાન સાથે બેસીને પીતો સિગારેટ

બેટરીમાં વિસ્ફોટનું સૌથી મોટું કારણ ગરમી છે. હવે તમે વિચારતા હશો કે બેટરી હીટિંગનો સંબંધ હવામાન સાથે છે પરંતુ એવું બિલકુલ નથી. વાસ્તવમાં, જો કોઈ કારણોસર બેટરીનું તાપમાન વધી જાય છે અને બેટરી ખૂબ ગરમ થઈ જાય છે તો બેટરીમાં વિસ્ફોટની શક્યતાઓ વધી જાય છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જ્યારે બેટરીનો કોઈ પણ ભાગ કોઈ કારણસર ખૂબ જ ગરમ થઈ જાય તો તે ઝડપથી ઠંડો થઈ શકતો નથી. આ સ્થિતિમાં બેટરી વિસ્ફોટની વધુ સંભાવના રહેતી હોય છે. સારા ફોનમાં બેટરીને ઠંડક આપવાની વ્યવસ્થા હોય છે પરંતુ ચાર્જિંગના તમામ ઉપકરણોમાં આ કૂલિંગની સુવિધા હોતી નથી.

સુરતના પુણા વિસ્તાર સ્થિત ક્રિષ્નાપાર્કમાં શિવલાલ ગગજીભાઇ રાણપરીયાએ ઇ-બાઇક ઘરમાં ચાર્જિંગમાં મુકી હતી. આખીરાત બેટરી ચાર્જિંગ થયા બાદ મધરાતે 3.30 વાગ્યાના અરસામાં અચાનક બેટરીમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી. બીજી તરફ હોલની રસોડું નજીક હોવાથી ગેસના લીકેજના કારણે ગેસ બોટલમાં પણ પ્રચંડ વિસ્ફોટ સાથે ભડકો થયો હતો.

આ પણ વાંચો : Bharuch Video : સલામતી અને સુરક્ષાના સંકલ્પ સાથે Bharuch Police નવરાત્રી મહોત્સવ યોજશે

આગના કારણે ઘરવખરી બળીને ખાખ થઇ ગઈ હતી. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાતા લાશ્કરોએ એક કલાક પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં મકાનમાલિક જતીનભાઇ અને તેમના પુત્ર મૌલિક સાથે ભત્રીજો મિત આગ કાબુમાં લેવાના પ્રયાસો દરમિયાન દાઝી ગયા હતા. આ ઉપરાંત પાડોશમાં રહેતા જયેશભાઇ નામક યુવક પણ ઝપેટમાં આવી ગયો હતો.

આગની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલી 4 વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી સારવાર આપવામાં આવી રહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article