Surat માં જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને તંત્ર સજ્જ, 187 સેન્ટરો પર 63750 ઉમેદવારો પરીક્ષા આપશે

|

Apr 08, 2023 | 6:43 PM

જુનિયર કલાર્કની આ પરીક્ષામાં સુરત જિલ્લામાં કુલ 187 પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા યોજાનાર છે જેમાં કુલ 63750 ઉમેદવાર આ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર છે.પરીક્ષા માટે કુલ 2125 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રની બિલ્ડીંગમાં પરિક્ષાર્થીઓએ કોઇપણ સાહિત્ય, મોબાઇલ ફોન, ઇલેટ્રોનીક ડીવાઇસ, કે કોમ્યુનીકેશન ડીવાઇઝ લઇ જવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

Surat માં  જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને તંત્ર સજ્જ, 187 સેન્ટરો પર 63750 ઉમેદવારો પરીક્ષા આપશે
Surat Junior Clerk

Follow us on

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર આયોજિત જુનિયર ક્લાર્ક(વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા 09 એપ્રિલના રોજ બપોર 12.30 થી 1.30 દરિમ્યાન યોજાનાર છે. જેમાં સુરતમા 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે જેને લઈને સુરતમાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સુરત જિલ્લામાં કુલ 187 પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા યોજાશે જેમાં 63750 ઉમેદવારો પરીક્ષા આપશે તેમજ પરીક્ષા માટે કુલ 2125 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ પરીક્ષાને લઈને સુરતમાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તેમજ પોલીસ બંદોબસ્ત પણ ફાળવી દેવામાં આવ્યો છે.

જુનિયર કલાર્કની આ પરીક્ષામાં સુરત જિલ્લામાં કુલ 187 પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા યોજાનાર છે જેમાં કુલ 63750 ઉમેદવાર આ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર છે.પરીક્ષા માટે કુલ 2125 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે

તંત્ર દ્વારા શું તૈયારી કરાઈ

  1. 100  મીટર ત્રિજ્યાની અંદર ચારથી વધુ માણસો ભેગા થવા તથા વાહનો ઉભા રાખવા તથા ઝેરોક્ષ મીશન ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.
  2. પરીક્ષા કેન્દ્રની બિલ્ડીંગમાં પરિક્ષાર્થીઓએ કોઇપણ સાહિત્ય, મોબાઇલ ફોન, ઇલેટ્રોનીક ડીવાઇસ, કે કોમ્યુનીકેશન ડીવાઇઝ લઇ જવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
  3. IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
    કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
    સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
    Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
    શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
    આજનું રાશિફળ તારીખ : 23-11-2024
  4. પરીક્ષા શાંતિપુર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે હેતુથી 187  કેન્દ્ર ઉપર PSI/ASI 187,Police 374 મહિલા પોલીસ 374 કુલ- ૯૩૫ જેટલો કેન્દ્ર ઉપર બંદોબસ્ત રાખવામાં આવેલ છે.
  5. પેપર ગાર્ડ માટે ફૂલ 40 હથિયારી પોલીસ તેમજ ફ્લાઇંગ સ્કોડ માટે 16 હથિયારી પોલીસ તેમજ પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષા લક્ષી સાહિત્ય સુરક્ષિત પહોચાડવા માટે 01 પોલીસ ઇન્સ્પેક્ટર તથા અડધુ સેકશન એસ.આર.પી. જવાનો ફાળવેલ છે.
  6. ક્રાઇમ બ્રાંચ તથા સાઇબર ક્રાઇમ નાઓ સતત પરીક્ષા દરમ્યાન સોશીયલ મિડીયા ઉપર વોચ રાખશે
  7. અગાઉ પરીક્ષામાં શંકાસ્પદ પ્રવૃતિ રોકાયેલ ઇસમો ઉપર એસ.ઓ.જી. તથા ક્રાઇમ બ્રાંચ દ્વારા નજર રાખવામાં આવી રહી છે .
  8. 45 પો.ઇન્સ., 20 એસ.સી.પી. તથા 08 ના પોલીસ કમિશ્નર તકેદારી બંદોબસ્તમા પેટ્રોલીંગ ફરશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article