Surat : સચિનમાં બાળકી સાથે થયેલા દુષ્કર્મનો કેસ, આરોપી દોષિત જાહેર, જુઓ Video

|

Jul 31, 2023 | 5:44 PM

સુરતના સચિનમાં બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. આગામી 2 ઓગસ્ટે આરોપીને સજાનું એલાન થશે.

Surat : સચિનમાં બાળકી સાથે થયેલા દુષ્કર્મનો કેસ, આરોપી દોષિત જાહેર, જુઓ Video

Follow us on

Surat Crime: સુરતના સચિન વિસ્તારમાં 5 મહીના પહેલા બે વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દેવામાં આવી હતી. ચકચારી આ બનાવમાં સુરતની કોર્ટે (Surat Court) આરોપીને દોષિત જાહેર કર્યો છે. આગામી 2જી ઓગસ્ટના રોજ આરોપીને સજાનું એલાન થશે.

સુરતના સચિન સ્થિત ક્પલેઠા વિસ્તારમાં રહેતા એક પરિવારની બે વર્ષીય બાળકીને તેના પિતાનો મિત્ર આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદ બાળકીને રમાડવા આવ્યો હતો અને બાળકીને પોતાની સાથે લઇ ગયો હતો. બાળકી મોડે સુધી ઘરે પરત નહી આવતા પરિવારે બાળકીની શોધખોળ હાથ ધરી હતી અને બનાવની જાણ પોલીસને કરી હતી. બનાવની ગંભીરતા જોઈ પોલીસ તપાસમાં જોડાઈ હતી દરમ્યાન બાળકીની લાશ બંધ મકાનના કમ્પાઉન્ડમાંથી મળી આવી હતી.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

 

આ ઘટનામાં આરોપી ભાગવામાં સફળ રહે તે પહેલા જ પોલીસે ઝડપી પાડયો હતો. આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. બે વર્ષની બાળકી સાથે નરાઘમે પેટના ભાગે બચકા ભર્યા હતા. ત્યારે 5 મહિનામાં જ આ કેસ સુરતની કોર્ટમાં ચાલી ગયો હતો. આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યો છે અને આગામી 2જી ઓગસ્ટના રોજ આરોપીને સજાનું એલાન થશે.

બનાવ અંગે સરકારી વકીલ નયનભાઈ સુખડવાલાએ જણાવ્યું હતું કે 27  ફ્રેબુઆરીના રોજ સચિનના ક્પલેઠા ગામે 2 વર્ષીય બાળકી પર આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદએ દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ બાદ હત્યા કરી હતી.  એટલું જ નહી બાળકીના પેટના ભગે બચકા ભરી ઈજા પણ પહોચાડવામાં આવી હતી. આ કૃત્ય બાદ આરોપી બાળકીની લાશને ફેકીને ભાગી ગયો હતો.

પોલીસે આ આરોપીને 28 ફેબુઆરીના રોજ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં ટુક સમયમાં જ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. આ બનાવના 5 મહિનામાં જ આ કેસની ઇન્સાફી કાર્યવાહી સુરતના છઠ્ઠા એડીશનલ સેસન્સ જજ સંકુલતા સોલંકીની કોર્ટમાં ચલાવવામાં આવી હતી. આજે આરોપીને આઈપીસી કલમ 302,363, 366, પોસ્કો એક્ટ 376, એ,બી,377 વગેરે કલમ હેઠળ દોષિત જાહેર કરાયો છે. આરોપીને દોષિત જાહેર થયા બાદ સજા અંગે આજે દલીલો કરવામાં આવી હતી.

આ પણ વાંચો : કાપોદ્રા અકસ્માત મુદ્દે MLA કુમાર કાનાણીના પોલીસ પર પ્રહાર, કહ્યુ ‘દિવસે સામાન્ય લોકોને હેરાન કરવાને બદલે પોલીસ રાત્રે કડક કાર્યવાહી કરે’

બાળકી પર જે ક્રુરતાથી દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી તે જોતા આરોપીને કડકમાં કડક સજા એટલે કે ફાંસીની સજા અને બાકીની કલમ હેઠળ પણ કડક સજાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ભોગબનનારને વળતરની માંગ પણ કરવામાં આવી છે. આ અંગે વધુ ચુકાદો 2જી ઓગસ્ટના રોજ આરોપીને સજાનું એલાન થશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:41 pm, Mon, 31 July 23

Next Article