Surat : VNSGUની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાંથી નીકળી ઇયળો, ભોજનની ગુણવત્તા ન સુધરે તો આંદોલનની ABVPની ચીમકી

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની (Veer Narmad South Gujarat University) ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી મેસમાં વિદ્યાર્થીનીઓને હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જેને કારણે વિદ્યાર્થીનીઓ હલકી ગુણોતર વાળું ભોજન લેવા મજબૂર થયા છે.

Surat : VNSGUની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાંથી નીકળી ઇયળો, ભોજનની ગુણવત્તા ન સુધરે તો આંદોલનની ABVPની ચીમકી
હોસ્ટેલના ભોજનમાંથી નીકળી ઇયળ
| Edited By: | Updated on: Dec 29, 2022 | 11:45 AM

સુરતમાં VNSGUની ગર્લ્સ હોસ્ટેલમાં હલકી ગુણવત્તાવાળા ભોજનને લઈ આક્રોશ જોવા મળી રહ્યો છે. હોસ્ટેલમાં સાંજે પિરસાયેલા ભોજનમાં એક વિદ્યાર્થિનીની થાળીમાં બે ઈયળ નિકળી હતી. જેથી આ ખરાબ ગુણવત્તાના ભોજનથી વિદ્યાર્થિનીઓમાં રોષ ફેલાયો છે. હોસ્ટેલમાં મળતા અખાદ્ય ભોજન અંગે વિદ્યાર્થિનીઓએ વારંવાર રજૂઆત કરી છે. તો આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગર્લ્સ હોસ્ટેલના કાર્યપાલને પણ રજૂઆત કરી હતી. આગામી સમયમાં ભોજનની ગુણવત્તા ન સુધરે તો ઉગ્ર આંદોલનની ABVPએ ચીમકી ઉચ્ચારી છે.

વિદ્યાર્થિનીઓએ વોર્ડનને કરી અનેક વાર ફરિયાદ

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી મેસમાં વિદ્યાર્થીનીઓને હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જેને કારણે વિદ્યાર્થીનીઓ હલકી ગુણોતર વાળું ભોજન લેવા મજબૂર થયા છે. તે ઉપરાંત પીરસવામાં આવતા થાળીમાં ઘણી વખત જીવ –જંતુઓ, વાળ અને ઘણી વખત કચરો આવી જાય છે. આ બાબતે જયારે વિદ્યાર્થિનીઓ વોર્ડનને ફરિયાદ કરે છે ત્યારે રજૂઆત પર ધ્યાન અપાતું નથી. ત્યારે આવા બિનઆરોગ્યપ્રદ ભોજનથી કોઈ વિદ્યાર્થીનીનું સ્વાસ્થ્ય બગડે તો તેની જવાબદારી કોની? જેને લઈને સુરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગર્લ્સ હોસ્ટેલના કાર્યપાલને રજૂઆત કરી હતી.

હોસ્ટેલના કાર્યપાલ ઉપર ઉઠ્યા સવાલ

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી મેસમાં વિદ્યાર્થીનીઓને હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. તે સાથે જ ભોજનની થાળીમાં જીવ –જંતુઓ, વાળ અને ઘણી વખત કાંકરા આવી જાય છે. તેવા વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, ભોજનમાં નાના-ઈયળ અને જીવડાંઓ જોવા મળી રહ્યા છે. જેને લઈને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના કાર્યપાલ ઉપર પણ ઘણા બધા સવાલ ઊભી રહ્યા છે. હાલ તો આ મામલે હજી સુધી યુનિવર્સિટી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી હોય તેવું સામે આવ્યું નથી.