સુરતમાં લાગણીસભર કિસ્સો સામે આવ્યો, અંગદાન મેળવનાર મહિલાએ માતા બની મૃતકની દીકરીનું કર્યું કન્યાદાન

|

Jun 22, 2023 | 7:41 AM

અંગદાનના એક કાર્યક્રમમાં સુરતના રાધેકિરણબેનની કિડની મેળવી નવું જીવન મેળવનાર બાયડના જ્યોત્સનાબેને મૃતકની દીકરીના લગ્નમાં માતા બની અંગદાન કર્યું.

સુરતમાં લાગણીસભર કિસ્સો સામે આવ્યો, અંગદાન મેળવનાર મહિલાએ માતા બની મૃતકની દીકરીનું કર્યું કન્યાદાન

Follow us on

Surat: અંગદાનને (Organ Donation) કેમ મહાદાન કહેવામાં આવે છે એનો લાગણીસભર કિસ્સો સુરતમાં (Surat) સામે આવ્યો હતો. ચાર વર્ષ પહેલાં એક મહિલાને ડૉક્ટરોએ બ્રેનડેડ જાહેર કર્યા હતા. બાદમાં આ મહિલાની કિડની દાન કરાઈ. હવે ચાર વર્ષ પછી બ્રેનડેડ થયા બાદ સ્વર્ગવાસી થયેલી મહિલાની દીકરીનાં લગ્ન યોજાયા છે. આ લગ્નમાં મૃતક મહિલાનું અંગ મેળવનાર મહિલાએ ‘માતા’ બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું હતું. સુરતમાં આયોજિત આ લગ્નમાં કન્યાદાન સમયે ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.

ન્યૂ સિટીલાઈટમાં રહેતા કલ્પેશભાઈ લાકડાવાળાનાં પત્ની રાધેકિરણ કલ્પેશભાઈ લાકડાવાળા ચાર વર્ષ પહેલાં 16 જૂન 2019ની રાત્રે બાથરૂમમાં તેમનો પગ લપસતા ગંભીર રીતે ઈજાગ્ર્સ્ત થયા હતા. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં 20 જૂને તેમને બ્રેનડેડ જાહેર કરાયા. તેમના પરિવારે તેમનું હૃદય, ફેફસાં, કિડની અને આંખોનું દાન કરી 6 વ્યક્તિને નવું જીવન આપ્યું હતું. આ દરમિયાન થોડા દિવસ પહેલા રાધેકિરબેનની દીકરી ક્રિષ્નાના લગ્ન હતા.

આ પણ વાંચો International yoga day 2023: સુરતમાં 1.50 લાખ લોકોએ એક સાથે કર્યા યોગા, ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો

અંગદાન મેળવનાર મહિલાએ માતા બની દીકરીનું કન્યાદાન કર્યું

અંગદાનના એક કાર્યક્રમમાં રાધેકિરણબેનની કિડની મેળવી નવું જીવન મેળવનાર બાયડના જ્યોત્સનાબેન સાથે પરિવારની મુલાકાત થઈ હતી અને બંને પરિવાર સંપર્કમાં આવ્યા. જેથી ક્રિષ્નાના લગ્નમાં જ્યોત્સનાબેન અને તેમના પરિવારને પણ આમંત્રણ અપાયું. જ્યોત્સનાબેન અને તેમના પતિ પણ ક્રિષ્ના તેમની જ દીકરી હોય તેવા ભાવ સાથે લગ્નપ્રસંગમાં હાજર રહ્યા હતા. એટલું જ નહીં પણ જ્યોત્સનાબેનને પરિવારે લગ્નપ્રસંગની પૂજાવિધિ માટે બેસવાનું કહેતાં તેઓ પણ ખુશ થઈ પૂજા વિધિમાં બેઠા હતા તેમજ દીકરી ક્રિષ્નાના કન્યાદાનની વિધિ પણ પોતે કરી હતી. પોતાની માતાની કિડની જ્યોત્સનાબેને મેળવી હોય અને તેઓ પોતે કન્યાદાન કરતાં દીકરી ક્રિષ્નાને પણ જાણે કે તેની માતા જ પોતાનાં લગ્નપ્રસંગમાં હાજર રહી હોય તેવી અનુભૂતિ થઈ હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જ્યોત્સનાબેનને કિડની ડોનેટ કરાઈ હતી

ક્રિષ્ના લાકડાવાલાએ જણાવ્યું કે સ્વાભાવિક છે કે દીકરી પરણીને સાસરે જતી હોય ત્યારે તેની સામે સૌથી પહેલાં મા હોય છે. જોકે મારી કમનસીબી હતી કે આ સમયે મારી પાસે મા ન હતી પરંતુ એક વાતનો સંતોષ હતો કે જેમના શરીરમાં મારી માનું એક અંગ છે તે જ્યોત્સના માસીએ મારું કન્યાદાન કર્યું. એવું લાગ્યું કે મમ્મી મને કશે ને કશે જુએ છે અને એમના આશીર્વાદ છે મારી સાથે છે. રાધેકિરણબેનનું હૃદય અને ફેફસાં મહારાષ્ટ્રના સતારાની 25 વર્ષીય રૂપાલીને, એક કિડની બાયડના જ્યોત્સનાબેનને અને એક કિડની વડોદરાના રમેશભાઈને ડોનેટ કરાયા હતા. તેમજ બંને આંખોનું ચક્ષુબેન્કમાં દાન કરવામાં આવ્યું હતું.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article