Surat ની માતા તેના બે પુત્રો સાથે પડકારજનક ‘મિશન ભારત’ પર: કાર ડ્રાઈવિંગ કરી સમગ્ર ભારત ભ્રમણ કરશે

|

Apr 09, 2022 | 3:40 PM

ભારૂલતા પટેલ-કાંબલે (Bharulata Kamble) ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક છે, અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમથી ખેંચાઈને બ્રિટન છોડી સુરતના વેસુ ખાતે પતિ અને બે પુત્ર સાથે નિવાસ કરી રહ્યાં છે.

Surat ની માતા તેના બે પુત્રો સાથે પડકારજનક મિશન ભારત પર: કાર ડ્રાઈવિંગ કરી સમગ્ર ભારત ભ્રમણ કરશે
A woman from Surat will travel to India in a car with her two sons

Follow us on

સુરતના (surat) ખ્યાતનામ સાહસિક મહિલા (Women) ભારૂલતા કાંબલે (Bharulata Kamble) ભારતમાં 65 હજાર કિમી કાર ડ્રાઈવ કરીને કેન્સર અને ટીબી સામે જનજાગૃત્તિ ફેલાવશે. આ મહિલા તા.15 ઓગસ્ટ,2022 ના રોજ સિયાચીન પહોંચી તિરંગો લહેરાવશે. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક અને હાલ સુરતમાં રહેતાં ખ્યાતનામ મહિલા સાહસિક ભારૂલતા પટેલ-કાંબલે ‘મિશન ભારત’ પ્રોજેક્ટ હેઠળ પોતાના બે બાળકો સાથે કાર ડ્રાઈવ (Car drive)કરી ‘આઝાદીના અમૃત્ત મહોત્સવ’ અંતર્ગત સમગ્ર ભારતમાં 65 હજાર કિમીની યાત્રા કરશે, અને ભારતના ચાર છેડે તિરંગો લહેરાવશે. તેઓ તા.15 મી ઓગસ્ટ,2022 ના રોજ સિયાચીન પહોંચી તિરંગો લહેરાવશે અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપશે.

તેમના ‘ટીમ મમ એન્ડ ટુ કિડસ’ ડ્રાઈવિંગ મિશન (Expedition) હેઠળ સાડા ચાર મહિના સતત કાર ડ્રાઈવિંગ કરશે અને દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈને કેન્સર તેમજ ટીબી સામે જનજાગૃતિ ફેલાવશે. અભિયાન પૂર્ણ થયાં બાદ તેઓ કાર ડ્રાઈવિંગના આ મોટા પડકારને પૂર્ણ કરનાર માતા અને બે બાળકોની પ્રથમ ટીમ બનશે.

ભારૂલતા પટેલનો પરિચય

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

ભારૂલતા પટેલ-કાંબલે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક છે, અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમથી ખેંચાઈને બ્રિટન છોડી સુરતના વેસુ ખાતે પતિ અને બે પુત્ર સાથે નિવાસ કરી રહ્યાં છે. રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને તેઓ સ્વતંત્ર ભારતના 75 વર્ષની પૂર્ણતાના અવસરે ‘આઝાદી કા અમૃત્ત મહોત્સવ’ની અનોખી ઉજવણી કરવાના આશયથી સમગ્ર ભારતમાં 65 હજાર કિમીની કાર દ્વારા યાત્રા કરી સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપશે, સાથોસાથ વિવિધ રાજ્યોના નાગરિકોમાં કેન્સર અને ટીબી પ્રત્યે જનજાગૃતિ ફેલાવશે.

સુશિક્ષિત અને મહિલાશક્તિની મિસાલ એવા ભારૂલતા પટેલ-કાંબલે યુકેમાંથી બેરિસ્ટરની પદવીપ્રાપ્ત છે, અને ઓટોમોબાઈલ એક્સપેડિટર તરીકે વિશ્વવિખ્યાત છે. તેમણે વિશ્વભરમાં ઘણાં ડ્રાઈવિંગ અભિયાનો હાથ ધરીને ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમણે આ વખતે ભારતમાં તેમના બે બાળકો સાથે વધુ એક પડકારજનક અભિયાન શરૂ કર્યું છે. ભારતના ચારેય છેડે પહોંચીને આપણો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનો સંકલ્પ લીધો છે.

તેમના ‘મિશન ભારત’ પ્રોજક્ટ લોન્ચમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ, ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, સામાજિક અગ્રણી મહેશભાઈ સવાણી સહિત અનેકવિધ મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહિત કરશે.

આ પણ વાંચો :Surat : જિંદગીની “પરીક્ષા”નો અંતિમ દિવસ, વિદ્યાર્થિનીનું અકસ્માતમાં કરૂણ મોત

આ પણ વાંચો :ગાંધીનગર : એસીબીના હાથે મસમોટો પગાર ધરાવતા બે સરકારી બાબુઓ લાંચ લેતા ઝડપાયા

Next Article