
સુરતના ઉધના વિસ્તારની એક ઘટનાએ પોલીસની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે. ગઇકાલે રાતની ઘટનામાં ઉધના પોલીસની PCR વાન પેટ્રોલિંગ માટે નીકળી હતી, તે સમયે કેટલાક યુવક ડરના લીધે દોડ્યા હતા. જ્યાં બે પોલીસ જવાને એક યુવકને ઝડપી પાડ્યો પરંતુ તેની સાથે જે રીતે વર્તન કર્યું તે દ્રશ્યો જોઇને શરમથી માથુ ઝુકાવી દે તેવું હતું. પોલીસે રાહદરીને રોડ પર ઘસડ્યો હતો જેના સીસીટીવી સામે આવતા આ કામગીરી પર ફીટકાર વરસી રહ્યો છે.
તો બીજી તરફ સુરતના લિંબાયત વિસ્તારમાં ચોરનો ભાઇ ઘંટી ચોર જેવી ઘટના સામે આવી છે. મીઠીખાડી નુરા નજીક કરિયાણાની દુકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. દુકાનનું શટર ઉંચું કરીને ચોર દુકાનમાં ઘુસી ગયો હતો. જયાં તેણે ટેબલના ખાનામાં મુકેલા રોકડ 70 હજાર રૂપિયાની ચોરી કરી હતી. ત્યારે બીજા બે ચોર આ ચોરને ચપ્પુ બતાવીને ચોરીનો માલ સામાન લઈને ફરાર થઈ જાય છે. ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
Published On - 1:42 pm, Sun, 1 January 23