સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસ પર દુબઈ મલ્ટી કોમોડીટીઝ સેન્ટરના પ્રતિનિધિ મંડળ સાથે યોજાઈ બેઠક

|

May 10, 2023 | 11:29 PM

નવા વિકસિત લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગને મહત્વ પૂરું પાડવા તારીખ 10 જુલાઇ 2023 ના રોજ આયોજિત કોન્ફરન્સમાં વૈશ્વિક સ્તર પર લેબગ્રોન ડાયમંડ માટે દિશા નક્કી કરવાની પ્રક્રિયા સૂચવવામાં આવે તેવી શક્યતા છે. જે અંગે સુરત પ્રતિનિધિ મંડળ સાથે મીટીંગ યોજાઈ.

સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસ પર દુબઈ મલ્ટી કોમોડીટીઝ સેન્ટરના પ્રતિનિધિ મંડળ સાથે યોજાઈ બેઠક

Follow us on

સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસ પર આજે દુબઈ મલ્ટી કોમોડીટીઝ સેન્ટર (DMCC)ના પ્રતિનિધિ મંડળ સાથે એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ નાનુભાઈ વેકરીયાએ DMCCના ચેરમેન અને સી.ઈ.ઓ. હિઝ એક્સીલેન્સી મિસ્ટર અહેમદબીન સુલાઈને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. તેમજ પ્રાસંગિક પ્રવચન દરમ્યાન સંસ્થાના પૂર્વ પ્રમુખ રોહિતભાઈ મહેતાએ સુરત ડાયમંડ એસોસીએશનના ભૂતકાળ, કાર્ય અને પ્રવૃત્તિ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.

વૈશ્વિક સ્તર પર લેબગ્રોન ડાયમંડ માટે દિશા નક્કી કરવાની પ્રક્રિયા

ડેલીગેશન અધ્યક્ષ સુલાયેમએ જણાવ્યું હતું કે વર્ષ 2024 માં દુબઈને ચિંબર્લી પ્રોસેસનું અધ્યક્ષ પદ બીજીવાર પ્રાપ્ત થવાનું છે ત્યારે સુરતના હિરા ઉદ્યોગ સાથે તેઓ ઘનિષ્ઠ સંબંધ કેળવવા માટે અત્યારથી પ્રયત્નશીલ છે. આ દિશામાં એક નવા વિકસિત લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગને મહત્વ પૂરું પાડવા તારીખ 10 જુલાઇ2023 ના રોજ આયોજિત કોન્ફરન્સમાં વૈશ્વિક સ્તર પર લેબગ્રોન ડાયમંડ માટે દિશા નક્કી કરવાની પ્રક્રિયા સૂચવવામાં આવે તેવી શક્યતા છે.

DMCC હિરાઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર બનવા માટેના કારણોમાં તેમણે જણાવ્યું હતું કે પ્રશાસન દ્વારા આ ઉદ્યોગને પુરતું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ટૂંકા સમય માટે લાદવામાં આવેલ ટેક્સ પણ દુબઈ સરકાર દ્વારા પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. વધુમા તેમણે જણાવ્યું હતું કે સુરતમાં જયારે ડાયમંડ બુર્સ બની રહ્યું છે ત્યારે સુરત અને દુબઈ સાથે મળીને વિકાસ પામે તેવી વિપુલ તકો ઉપલબ્ધ છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

DMCC ના સ્પેશ્યલ સલાહકાર તેમજ દુબઈ ડાયમંડ એક્સ્ચેન્જના સેક્રેટરી મિસ્ટર માર્ટીન લી.કે. દ્વારા જણાવવામાં આવ્યું હતું કે DMCC માં કંપની શરુ કરવાથી ઇન્કમટેક્ષ તથા અન્ય ટેક્સમાં દુબઈ સરકાર દ્વારા રાહતની જાહેરાત કરવામાં આવી છે. તદુપરાંત સુરત ડાયમંડ એસોસીએશનના સભ્યો માટે DMCC માં કંપની શરુ કરવા તેવો સ્પેશ્યલ સ્કીમની જાહેરાત કરશે. ચર્ચા દરમ્યાન સુરત અને દુબઈ વચ્ચે વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરુ કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : વિકાસ એસ્ટેટમાં વિકરાળ આગ, આસપાસના મકાનોના ગેસ સિલિન્ડર ખસેડાયા, જુઓ Video

સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા યોજાનાર B2B “કેરેટ્સ- સુરત ડાયમંડ એક્સ્પો”નો પ્રચાર પ્રસાર કરવા માટેની તેમણે ખાત્રી આપી હતી અને દુબઈથી બાયર્સનું એક ડેલીગેશન મોકલવાની પણ તેમણે ખાત્રી આપી હતી. સાથે આ મીટીંગમાં સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુભાઈ વેકરીયા, ઉપપ્રમુખ જગદીશભાઈ ખુંટ, મંત્રી દામજીભાઈ માવાણી, કારોબારી સભ્યઓ અને હિરા ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article