સુરતની બમરોલી ખાડીમાં પડી જતા બાળકનું મોત, વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યુ

|

Apr 19, 2023 | 8:35 PM

દુર્ઘટના સ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સની ટીમે ત્વરિત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે, ફરજ પરના તબીબોએ માસુમ બાળકને મૃત જાહેર કરતાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો.

સુરતની બમરોલી ખાડીમાં પડી જતા બાળકનું મોત, વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યુ

Follow us on

સુરત શહેરના પાંડેસરામાં આજે બમરોલી ખાડી પાસે રમી રહેલા ચાર બાળકો પૈકી એક બાળક અચાનક ખાડીમાં ગરકાવ થઈ ગયો હતો. દુર્ઘટના અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા માસુમ બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે પોલીસ દ્વારા હાલ મૃતક બાળકના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાચો: Surat : ઉધનામાં સાડી તથા કુર્તા બનાવતી મશીનરીમાં આગ, 4 કારીગરોનું રેસ્ક્યુ કરાયું

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર પાંડેસરા ખાતે રહેતા 4 વર્ષના જીતા રામદેવ ચોરાઈ તેના ત્રણ મિત્રો હિમાંશુ (9 વર્ષ), હંશ (5 વર્ષ) અને ગોલુ(7 વર્ષ) સાથે ઘરેથી ૨મતા ૨મતા બમરોલી ખાડી સુધી પહોંચ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

તબીબોએ માસુમ બાળકને મૃત જાહેર કરતાં ભારે ચકચાર

બપોરેના 11 વાગ્યાના સુમારે આ ચારેય મિત્રો પૈકી જીતા ચોરાઈ નામનો ચાર વર્ષીય બાળક બમરોલી ખાડીમાં પડી ગયો હતો. જે અંગે ત્યાંથી પસાર થઈ રહેલા સ્થાનિકને જાણ થતા તેઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. દુર્ઘટના સ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સની ટીમે ત્વરિત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે, ફરજ પરના તબીબોએ માસુમ બાળકને મૃત જાહેર કરતાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. દુર્ઘટના અંગે તબીબોએ પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા હાલ પ્રાથમિક ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

માસુમ બાળકોના પરિવારજનોની શોધખોળ માટે તજવીજ

ઉલ્લેખનીય છે કે, આ ચારેય બાળકો પૈકી એક બાળકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય ત્રણેય બાળકો ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓના માતા–પિતાનું નામ પુછીને પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘરેથી રમવા માટે નીકળેલા બાળકો ખાડીકિનારે પહોંચ્યા હતા અને હાલ તેઓના પરિવારજનોની પણ ભાળ ન મળતા પોલીસ દ્વારા પાંડેસરા અને બમરોલી વિસ્તા૨માં માસુમ બાળકોના પરિવારજનોની શોધખોળ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article