Surat: 24 વર્ષની બ્રેઈન ડેડ યુવતીના બે હાથ, કિડની સહિતના અંગ મુંબઈ અને અમદાવાદની 6 વ્યક્તિને મળશે નવી જિંદગી

સુરતને આમ પણ દાનવીરોની ધરતી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હવે ઓર્ગન ડોનર સિટી તરીકે પણ ઓળખ બનાવી રહ્યુ છે. સુરતના ઘોડાદરાની એક બેઈનડેડ યુવતીના બે હાથ, બે કિડની અને આંતરડા તથા લીવર સહિતના અંગોનુ દાન કરવામાં આવ્યુ છે.

Surat: 24 વર્ષની બ્રેઈન ડેડ યુવતીના બે હાથ, કિડની સહિતના અંગ મુંબઈ અને અમદાવાદની 6 વ્યક્તિને મળશે નવી જિંદગી
સુરતની બ્રેઈન ડેડ યુવતીના અંગો દાન કરાયા
| Edited By: | Updated on: Jun 09, 2023 | 7:45 AM

સુરત શહેર એટલે દાનવીરોની ભૂમી. અહીંથી દાનની નદી અવિરત વહેતી રહે છે. સુરત ઓર્ગન ડોનર તરીકે પણ જાણિતુ બન્યુ છે. સુરતે અનેક લોકોને નવુ જીવન આપ્યુ છે, તો અનેક પરિવારોના જીવનમાં નવો પ્રકાશ સર્જ્યો છે. 24 વર્ષની યુવતી પ્રિતી શુકલા ગત 3 જૂને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. પરંતુ સારવાર છતાં તેઓની સ્થિતીમાં કોઈ સુધારો થયો હતો. પ્રિતીબેન બ્રેઈનડેડ હોવાનુ તબિબોએ જાહેર કર્યુ હતુ. બ્રેઈન ડેડ થયેલી પરિણીત યુવતીના સસરા અને ભાઈએએ તબિબો સમક્ષ અંગદાનની સંમતિ આપતા જ તેમની ભાવના પ્રત્યે મેડિકલ સ્ટાફને સલામ થઈ આવી હતી. કારણ કે આ એક પરિવારે બીજા 6 પરિવારોના જીવનમાં રોશની પાથરી દીધી છે.

ગુરુવારે સુરતની સિવિલ હોસ્પિટલથી પ્રિતીબેનના શરીરના છ અંગોને મુંબઈ અને અમદાવાદની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં છ લોકોને માટે જિંદગી આ અંગોએ આપી છે. પરિવારજનોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. શુકલા પરિવારે માનવતા માટેનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતા સિવિલ હોસ્પિટલને માનવ અંગોના દાન અંગેની સંમતિ દર્શાવી હતી. સુરત સિવિલ દ્વારા આ 28મુ અંગદાન થઈ શક્યુ છે.

મુંબઈ અને અમદાવાદ એર એમ્બ્યુલન્સથી અંગો મોકલ્યા

બે હાથ અને નાનું આંતરડું એર એમ્બ્યુલન્સ મારફતે સુરતથી મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં તથા લિવર અને બે કિડની અમદાવાદની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યા ડોનેટ થયેલા ઓર્ગન વડે 6 દર્દીઓને સાજા કરવામાં તબિબોને સફળતા મળશે.

સિવિલ હોસ્પિટલમાં આર.એમ.ઓ. તરીકે ફરજ બજાવતા ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી અંગદાનની પ્રવુતિએ ખુબ વેગ પકડ્યો છે. આજે સિવિલ હોસ્પિટલમાંથી 28મું અંગદાન થયું છે. 24 વર્ષીય પ્રિતીબેનના એક સાથે 6 અંગોનું દાન થયું છે. એક સાથે 6 અંગોનું દાન થયું હોય તેવી આ સિવિલ હોસ્પિટલ ખાતે કદાચ પ્રથમ ઘટના છે. ઓર્ગન ડોનેટને લઈ હાલમાં જાગૃતિ ફેલાવાઈ રહી છે, જેના થકી અનેક પરિવારોની જીંદગીમાં અંધકાર પથરાતો અટકાવી  શકાયો છે.

આ પણ વાંચોઃ  Aravali: માલપુર નજીક નવજાત બાળકી મળી આવવાનો મામલો, પ્રેમીએ સગીરને ગર્ભવતી બનાવી હોવાનુ ખુલ્યુ, પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધાયો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 7:44 am, Fri, 9 June 23