ગુજરાત (Gujarat) ભાજપના સેનાપતિ ગણાતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C R Patil)નો આજે 68મો જન્મદિવસ (Birthday) છે. જેને લઈને તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે. પાટીલના દીકરા-દીકરી અને પુત્રવધુએ તેમને જન્મદિવસની શુભકામના આપી હતી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ગુજરાતમાં અલગ-અલગ શહેરો અને ગામડાઓમાં પણ પણ સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણી (Celebration) થઈ રહી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો આજે 68મો જન્મદિવસ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને સી. આર. પાટીલને શુભેચ્છા પાઠવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તેમના જન્મ દિવસની ઉજવણી રાજ્યભરમાં સેવાકીય કામો કરીને કરવામાં આવી રહી છે. આજથી રાજ્યભરમાં ભાજપનું ‘સુપોષણ અભિયાન’ શરુ કરવામાં આવ્યુ છે. આ યોજના હેઠળ નબળા બાળકોને સુપોષિત કરવાનું કામ કરાશે. સુરતથી આ અભિયાનની શરૂઆત કરાશે.
કાર્યકર્તાઓમાં જોમ અને ઉત્સાહનો સંચાર કરનાર,નવસારીના લોકપ્રિય સાંસદ તથા @BJP4Gujarat ના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી @CRPaatil જીને જન્મદિવસની હ્દયપૂર્વકની શુભકામનાઓ.આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ હેતુ ઈશ્વરને પ્રાર્થના. pic.twitter.com/H0gILcjEL1
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 16, 2022
નવસારીના સાંસદ સી.આર પાટીલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ છે. સી.આર.પાટીલનો જન્મ એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે થયો હતો. તેમનું સ્કૂલિંગ દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળે થયું હતું. છેલ્લે સુરતની ITIમાં અભ્યાસ કર્યો. વર્ષ 1975માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા.
2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2014માં પણ ફરી આ જ બેઠક પર જંગી મતે વિજયી બની આ બેઠક ભાજપને જ અપાવી હતી. ત્યારબાદ ગત લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં ISO લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.
આ પણ વાંચો-
આ પણ વાંચે-