SURAT : શહેરમાં એક પછી એક 2 શાળાના 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો શિકાર બન્યા
3 students tested positive for coronavirus in Surat

SURAT : શહેરમાં એક પછી એક 2 શાળાના 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો શિકાર બન્યા

| Edited By: | Updated on: Aug 05, 2021 | 7:35 AM

કતારગામની શારદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. અગાઉ લિંબાયત વિસ્તારની સુમન સ્કૂલનો ધોરણ.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરાઇ હતી.

SURAT : શિક્ષણ વિભાગનો શાળા શરૂ કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓને ભારે પડી રહ્યો છે…સુરતમાં એક પછી એક 2 શાળાના 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સ્કૂલોમાં ચાલી રહેલા ટેસ્ટિંગ દરમિયાન 2 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કતારગામની શારદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. અગાઉ લિંબાયત વિસ્તારની સુમન સ્કૂલનો ધોરણ.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરાઇ હતી. આમ પાછલા 24 કલાકમાં સુરતમાં કુલ 3 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા એ કુલ 18, 621 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કર્યો છે.

આ પણ વાંચો : AHMEDABAD : ખમાસા સર્કલ પાસે આવેલી 150 વર્ષ જુની શાળાનું LXS ફાઉન્ડેશન રિસ્ટોરેશન કરશે

આ પણ વાંચો :AHMEDABAD : ગોતા વોર્ડમાં શહેરનું મોટું અને ચોથા નંબરનું જંગલ બનશે, 65 હજાર વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ થશે