નવા વર્ષ ઉજવણી સમયે સુરતમાંથી ઝડપાયા 210 પીધેલા, પોલીસે તમામ સામે કરી કડક કાર્યવાહી

|

Jan 01, 2023 | 1:59 PM

સુરતમાં (Surat) થર્ટી ફસ્ટના દિવસે સુરત પોલીસ એલર્ટ મોડમાં રહી હતી. સુરત પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત વાહન ચેકિંગ તેમજ પ્રથમવાર એન્ટી ડ્રગ્સ કીટનો ઉપયોગ કરીને લોકોનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.

નવા વર્ષ ઉજવણી સમયે સુરતમાંથી ઝડપાયા 210 પીધેલા, પોલીસે તમામ સામે કરી કડક કાર્યવાહી

Follow us on

કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે સુરતમાં કેટલાક સ્થળે થર્ટી ફર્સ્ટ પાર્ટી માટેના આયોજન થયા હતા. આ પાર્ટીમાં કોઈપણ પ્રકારના નશીલા પદાર્થનું સેવન ન થાય કે લોકો દારૂ , ડ્રગ્સ કે અન્ય નસીલા પદાર્થોનું સેવન કરી બહાર ન ફરે તેની પર ખાસ નજર રાખવામાં આવી હતી. જેને લઇ સુરત પોલીસ દ્વારા સમગ્ર સુરતમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તો આ સાથે સુરતમાં ગેરકાયદેસર દારૂ વેચનારા ઉપર પણ પોલીસની ચાંપતી નજર રહી હતી. જે અંતર્ગત સુરતમાં થર્ટી ફસ્ટના દિવસે પોલીસે જુદી જુદી જગ્યાએ મળી દારૂના કુલ 277 કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે એક જ દિવસમાં પોલીસે પીધેલાના 210 લોકો સહીત 240 આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

31 ડિસેમ્બરે પોલીસની કામગીરી

સુરતમાં થર્ટી ફસ્ટના દિવસે સુરત પોલીસ એલર્ટ મોડમાં રહી હતી. સુરત પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત વાહન ચેકિંગ તેમજ પ્રથમવાર એન્ટી ડ્રગ્સ કીટનો ઉપયોગ કરીને લોકોનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. દિવસ દરમ્યાન પોલીસે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવી વાહન ચેકિંગ સહિતની કામગીરી પણ કરી હતી. આ દરમિયાન થર્ટી ફસ્ટના દિવસે સુરત પોલીસે જુદી જુદી જગ્યાએ દારૂ વેચતા હોવાની માહિતી મળતા તેઓની સામે કેસો પણ કર્યા હતા. જે અંતર્ગત પોલીસે થર્ટી ફર્સ્ટના એક જ દિવસમાં દારૂના કુલ 277 કેસ કર્યા હતા. જેમાં દેશી દારૂના કુલ 59 કેસો કર્યા હતા.જેમાં 707 લીટર દેશી દારૂ, 2790 લીટર કેમિકલ જેની કુલ કિમંત 19,720 રૂપિયા તથા ઈંગ્લીશ દારૂના 8 કેસો કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક

પોલીસે અનેક દારૂ પીધેલાને ઝડપ્યા

31ની પાર્ટીને લઇ લોકો દારૂ ડ્રગ્સ અને નશીલા પદાર્થનું સેવન કરીને આ પાર્ટીને આનંદ માણવાનું કે ઉજવણીમાં ભાગ લેવાનો પ્રયાસ દર વર્ષે કરતા હોય છે. ત્યારે પોલીસ પણ આવા લોકો સામે ખાસ નજર રાખી તેમની સામે કડક કાર્યવાહી કરવાના પ્રયત્ન કરે છે. જે અંતર્ગત પોલીસે 31 ડિસેમ્બરે આ વખતે એક જ દિવસમાં અનેક લોકોને દારૂ અને અન્ય નશીલા પદાર્થના સેવન સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે સુરતમાં એક દિવસમાં પીધેલા 210 સહીત કુલ 240 આરોપીઓની અટકાયત કરી હતી. આ ઉપરાંત પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલા ભરવામાં આવ્યા હતા. દિવસ દરમિયાન કરેલી કાર્યવાહીમાં પોલીસે બાઈક, મોબાઈલ ફોન, દારૂનો જથ્થો મળી કુલ 2.19 લાખ રુપિયાની મત્તા કબજે કરી હતી.

Next Article