સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં 1600 વિધાર્થીઓ ઓનલાઇન ચોરી કરતાં પકડાયા

|

Oct 24, 2021 | 2:31 PM

વીર નર્મદ યુનિવર્સિટીની વિવિધ વિધાશાખાની પરીક્ષા દરમ્યાન 1600 વિદ્યાર્થીઓ ઓનલાઇન ચોરી કરતાં પકડાયા હતા.રાજ્યમાં કોરોનાના કારણે તમામ પરીક્ષાઓ ઓનલાઇન યોજાઇ હતી

ગુજરાતમાં (Gujarat) કોરોના કાળ દરમ્યાન વિધાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને મોટા ભાગની યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં સુરતમાં(Surat) વીર નર્મદ યુનિવર્સિટીના (Veer Narmad University)  વિધાર્થીઓ ઓનલાઇન ચોરી(Theft) કરતાં ઝડપાયા હતા. યુનિવર્સિટીની પરીક્ષાઓમાં 1600 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા. વીર નર્મદ યુનિવર્સિટીની વિવિધ વિધાશાખાની પરીક્ષા દરમ્યાન 1600 વિદ્યાર્થીઓ ઓનલાઇન  ચોરી કરતાં પકડાયા હતા.

રાજ્યમાં કોરોનાના કારણે તમામ પરીક્ષાઓ ઓનલાઇન યોજાઇ હતી.  જેમાં યુનિવર્સિટીના રેકોર્ડ મુજબ 3503 વિદ્યાર્થીઓની શંકાસ્પદ વર્તણૂક જોવા મળી હતી. તેમજ આ તમામના સ્ક્રીન શોટ્સ અને રેકોર્ડિંગની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીના 60 પ્રોફેસર્સ સહિત સ્ટાફે સંપૂર્ણ ચકાસણી કરી હતી.

જેના પગલે ચકાસણી બાદ આ તમામ 1600 વિદ્યાર્થીઓ ને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ આપવામાં આવ્યા છે. તેમજ ભવિષ્યના આ પ્રકારની ગેરરીતિના આચરે તે માટે વિદ્યાર્થી દીઠ 500 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ભાવનગર જિલ્લાના ખેડૂતો અપૂરતી વીજળીથી પરેશાન, પૂરતી વીજળી આપવા માંગ

આ પણ વાંચો :  ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, હવે આટલા દિવસમાં થશે બિનખેતીની અરજીનો નિકાલ

Next Video