Garba: ક્યાં રમાયા હતા સુરતના પહેલા શેરી ગરબા? શું છે તેનો ઈતિહાસ? જાણો

|

Sep 28, 2021 | 11:16 PM

1980ના દાયકાના મધ્યભાગથી શરૂ થયેલો એક ટ્રેન્ડ છે. લોકગીતોમાં ઝૂલતી વખતે હાથની તાળીઓથી દેવીઓની સ્તુતિ ગાતા ગરબા 400 વર્ષ પહેલા સુરતમાં શરૂ થયા હતા.

Garba: ક્યાં રમાયા હતા સુરતના પહેલા શેરી ગરબા? શું છે તેનો ઈતિહાસ? જાણો
ફાઈલ ફોટો

Follow us on

કોરોના (Corona) મહામારીના કારણે જ્યાં ગયા વર્ષે ગુજરાતમાં નવરાત્રીમાં(Navratri) ગરબા રમવા પર બ્રેક લાગી હતી. ત્યાં આ વર્ષે સુરતમાં અનેક સ્થળોએ પારંપરિક ગરબાના (Traditional) આયોજનોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

 

તેમાં પણ હવે નવરાત્રી ઉત્સવનો જે હાર્દ હતો તે હવે ખરા અર્થમાં જળવાશે એવું પણ ગરબા રસિકો માની રહ્યા છે. ત્રણ દિવસ પહેલા જ સરકારે નવરાત્રીમાં ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડીને ગરબાને મંજૂરી આપી છે. ગયા વર્ષે રંગોના પર્વ હોળી આવતાની સાથે જ કોરોના મહામારીએ દસ્તક આપી હતી અને દેશ દુનિયામાં આ મહામારીનો ફેલાવો થયો હતો. ત્યારથી લઈને સતત તહેવારો ઉજવાઈ શક્યા નથી. મોટાભાગના બધા જ તહેવારો છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની બલી ચડી ગયા હતા.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

 

પરંતુ કોરોનાના કેસોમાં થઈ રહેલા સતત ઘટાડા અને સૌથી વધારે વેક્સિનેશન થવાના કારણે સરકારે ઉદારતા બતાવીને ગણપતિ ઉત્સવ અને જન્માષ્ટમી ઉજવવાની છૂટ આપી હતી. ગણેશ મહોત્સવમાં શેરી મહોલ્લામાં ચાર ફૂટની ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરીને સરકાર દ્વારા પૂજા અર્ચનાની પરવાનગી આપવામાં આવી હતી.

 

હવે તેના પછી સરકારે થોડી વધારે છૂટ આપીને ગુજરાતના પારંપરિક નવરાત્રી ઉત્સવને પણ ઉજવવાની છૂટ આપી છે. રાત્રે 12 વાગ્યા સુધી 400 વ્યક્તિઓ શેરી મહોલ્લામાં કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રીમાં ભાગ લઈ શકશે. પરંતુ તે બધાનું વેક્સીનેટેડ હોવું પણ જરૂરી છે.

 

શું છે સુરતમાં ગરબાનો ઇતિહાસ?

ઓલ્ડ સિટી વિસ્તારમાં ભવાની વડના રહેવાસીઓએ 400 વર્ષની પરંપરાને આજે પણ જીવંત રાખી છે. છેલ્લા ઘણા વર્ષોથી હાલના ગરબામાં ડિસ્કો લાઈટથી સજ્જ અદભૂત ‘દોઢિયાં’ સ્ટેપ્સ ‘ઝંકાર’ બિટ્સ સાથે જોડાયેલા છે, 1980ના દાયકાના મધ્યભાગથી શરૂ થયેલો એક ટ્રેન્ડ છે. લોકગીતોમાં ઝૂલતી વખતે હાથની તાળીઓથી દેવીઓની સ્તુતિ ગાતા ગરબા 400 વર્ષ પહેલા સુરતમાં શરૂ થયા હતા.

 

શહેર વિસ્તારમાં ભવાની વડ ખાતે દેવી ભવાનીનું મંદિર એક રસપ્રદ સ્થાનિક લોકકથા સાથે જોડાયેલું છે. ભવાની વડ વિસ્તારને તેનું નામ એક વિશાળ વટવૃક્ષ છે. એવું કહેવાય છે કે 1700ના દાયકામાં એક તાંત્રિકને હંગામો મચાવવા માટે ત્રણ વિશાળ વડ અને બે તાડ વૃક્ષો હવામાં ઉડ્યા હતા.

 

જો તેઓ જમીન પર પડ્યા હોત તો ભારે વિનાશ થયો હોત, પરંતુ એક પવિત્ર પુરુષ શિવ દત્ત શુક્લે ખાતરી આપી કે તેઓ સુરતમાં પાંચ જુદા જુદા સ્થળોએ નરમાશથી ઉતર્યા, જે પછી સંબંધિત વૃક્ષો – ભવાની વડ, મુંબઈ વડ, આગ્રા વડ , ક્ષેત્રપાલ તાડ અને રાવણ તાડ.

 

ભવાની મંદિરની સ્થાપના ઝાડ સાથે કરવામાં આવી હતી અને જ્યારે સુરત શહેરમાં આગ લાગી હતી, ત્યારે આ સ્થળે પોતે જ આગ બુઝાવી હતી, તેથી ભવાની મા શહેરના રક્ષક તરીકે ઓળખાય છે અને નવરાત્રિના ગરબા અહીંથી શરૂ થયા હતા. ત્યારબાદ સુરતમાં અલગ અલગ શેરીઓમાં.

 

સાત ઓક્ટોબરથી પ્રારંભ થઈ રહેલા નવરાત્રીના પર્વ પર આ વર્ષે ગરબાના કોઈ મોટા આયોજનો કરવામાં નથી આવ્યા, પરંતુ શહેરના સલાબતપુરા, સગરામપુરા, રૂસ્તમપુરા, રામપુરા, નાનપુરા, ગોપીપુરા, સહિત ભાગાતળાવ, લાલગેટ વગેરે વિસ્તારોમાં પારંપરિક ગરબા માટે લોકો તૈયાર થઇ રહ્યા છે.

 

ઉધના વિસ્તારમાં રહેતા સ્થાનિકનું કહેવું છે કે શેરી ગરબાની પરવાનગી મળતા શેરીના બાળકો, વૃદ્ધોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે તેઓ બહાર ગરબા રમવા જઈ નથી શકતા. ગલી મહોલ્લામાં ગરબામાં ભાગ લેવાથી લોકપર્વમાં નિખાર પણ આવશે. પહેલા જે પ્રકારે ગરબા રમાતા હતા તે જ પ્રકારે બે તાળી અને ત્રણ તાળીના ગરબા રમવા માટે લોકોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

 

આ પણ વાંચો : Surat : મહાનગરપાલિકાને હવે એસઆરપીની ટુકડી ફાળવાતા ડિમોલિશન માટે રાહત

 

આ પણ વાંચો :SURAT : પ્રેમીનું અજીબોગરીબ કારસ્તાન, પ્રેમિકાને બ્લેકમેઇલ કરી ઘરમાંથી ચોરી કરવા મજબૂર કરતો

Next Article