ભારત(India ) દેશ સ્વતંત્ર થયો તેને 75 વર્ષ પૂર્ણ થયા છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક અઠવાડિયા થી આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi Ka Amrut Mahotsav ) નામના કાર્યક્રમ અંતર્ગત વિવિધ આયોજનો થઇ રહ્યા છે. આખા સપ્તાહના લાંબા કાર્યક્રમોની પુર્ણાહુતી તારીખ 2જી ઓક્ટોબર ગાંધી જયંતીના રોજ થવા જઈ રહી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા પણ કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજથી અડાજણ સ્ટાર બજાર બરોજ નીચે, એકવેરિયમ પાસે બ્યુટીફીકેશન, પેઇન્ટિંગ સહીત પ્લેસ મેકિંગનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી 75 કલાકમાં પુરી કરશે. સુરત મહાનગરપાલિકાની એવી જગ્યા કે જે સાવ નાનકડી હોવાથી તેનો કોઈ બીજો વિશેષ ઉપયોગ થઇ નથી શકતો તેને જાહેર જનતા માટે સુંદર જગ્યા તરીકે વિકસાવવા પ્લેસ મેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી તે શહેરની સુંદરતામાં ઓર વધારો કરે.
સુરતના પાર્લે પોઇન્ટ બ્રિજ પાસે પણ આ જ રીતે સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની સાથે આવનારા નવરાત્રીના તહેવારોને લઈને રંગબેરંગી છત્રીઓ અને પેન્ટિંગ પણ દોરવામાં આવ્યા હતા. જેમાં સુરતના લોકોએ ભાગ લીધો હતો. અને પોતાની કળા સુંદર રીતે દર્શાવી હતી. વીકેન્ડમાં જયારે સુરતીઓ હરવા ફરવા નીકળે ત્યારે તેનો નજારો નિહાળી શકે છે.
તારીખ બીજી ઓક્ટોબરે પણ સાઇકલ રીપેરીંગ ડેમોં સહીત બાળ સાઇકલ રેલી જેવા અન્ય કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. સવારે 7 કલાકે ધોરણ 6 થી ધોરણ 12ના 75 થી વધુ બાળકો સાથે એક બાળ સાઇકલ રેણુનું આયોજન કરવામાં આવ્યું છે. જો રસ્તામાં સાઇકલ બગડે તો બાળકો કઈ રીતે એને જાતે રીપેર કરી શકે એની ટ્રેનિંગ વર્કશોપ પણ રાખવામાં આવી છે.
સાથે જ આજે પણ સુરત મહાનગતપલાઈકાના સ્માર્ટ સીટી સ્મેક સેન્ટર ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ, આઇટી સોલ્યુશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટ્રાફિક મેનેજમેન્ટ્ સહિતના વિષયો પર વિવિધ પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજીનો લોકો માટે કઈ રીતે ઉપયોગ કરાય છે તેની નિદર્શન પણ આજે રાખવામાં આવ્યું હતી.
આ પણ વાંચો : Surat : મેટ્રો રેલ પ્રોજેક્ટ – ચોકબજાર સ્થિત SBI બેકનું થશે સ્થળાંતર, જાણો વિગત
આ પણ વાંચો : Surat: શિક્ષણનું પદ લજવ્યું, ચાલુ કલાસે માત્ર 12 વર્ષની બાળકીની સતત છેડતી કરવાનો શિક્ષક પર આરોપ