Surat : સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદથી જન જીવન થયું પ્રભાવિત, હજી 3 દિવસની આગાહી

|

Sep 07, 2021 | 5:43 PM

બપોરે 2 થી સાંજે 4 વાગ્યાના ગાળામાં જ બે ઇંચ વરસાદ વરસી જતા શહેરમાં જળ બંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. 

Surat : સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદથી જન જીવન થયું પ્રભાવિત, હજી 3 દિવસની આગાહી
Surat: Two inches of rain in two hours affected people's lives in Surat, yet 3 days forecast

Follow us on

સુરતમાં આગાહી પ્રમાણે જ વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે પણ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે સવારથી સુરતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોરે એક વાગ્યા બાદ શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યા પછી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ મન મૂકીને વરસ્યો હતો. ધોધમાર વરસાદ એ રીતે વરસ્યો હતો કે વિઝિબિલિટી પણ ઓછી જોવા મળી હતી. જેના કારણે વાહનચાલકોને ગાડી ચલાવવામાં પણ ભારે મુશ્કેલી પડી હતી. સવારથી સુરતમાં સામાન્ય વરસાદ હતો. પણ બપોરે 2 થી સાંજે 4 વાગ્યાના ગાળામાં જ બે ઇંચ વરસાદ વરસી જતા શહેરમાં જળ બંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

સુરતના નીચાણવાળા વિસ્તારો જેમ કે પુણા ગામ, પર્વત પાટિયા, લીંબાયત, ઉધના જેવા વિસ્તારોમાં અને ખાડી કિનારાની વસાહતોમાં પાણી ભરવાની સ્થિતિ જોવા મળી હતી. એટલું જ નહીં વેસુ, વીઆઈપી રોડ, પીપલોદ જેવા પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ભટાર, સિટીલાઇટ જેવા વિસ્તારોમાં પણ પસાર થતા રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી પડી હતી.

બપોરે 12 થી 4 વાગ્યા ના આંકડા પર નજર કરીશું તો

બારડોલી સવા ઇંચ
ચોર્યાસી સવા ઇંચ
કામરેજ બે ઇંચ
મહુવા 3 મિમિ
માંડવી 0
માંગરોળ 7 મિમિ
ઓલપાડઃ 1 ઇંચ
પલસાણા 3 ઇંચ
સુરત 2 ઇંચ
ઉમરપાડા 44

હજી પણ હવામાન વિભાગ દ્વારા આગામી બે થી ત્રણ દિવસ સુધી આ જ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે ચોમાસાના અંતિમ દિવસોમાં આ પ્રકારના વરસાદથી ભલે જનજીવન પ્રભાવિત થયું હોય પરંતુ ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

જોકે શહેરમાં વરસેલા સાર્વત્રિક વરસાદથી શહેરીજનોને પણ ગરમી અને બફારાથી રાહત મળી હતી. તેમજ લાંબા સમયથી જેવા વરસાદની રાહ ખેડૂતો પણ જોઈ રહ્યા હતા એવો વરસાદ પડતા હાશકારો થયો છે. શહેરના વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.

આ પણ વાંચો :

Surat : પાલિકાની Knock The Door ઝુંબેશ અંતર્ગત એક અઠવાડિયામાં 1.30 લાખ લોકોને બીજો ડોઝ અપાયો

Surat : ઘરે જ ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા બનાવવા બાળકોને કરાયા પ્રોત્સાહીત

Published On - 5:21 pm, Tue, 7 September 21

Next Article