SURAT :મહિધરપુરા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, કોર્પોરેશન દ્વારા 8 વિસ્તારોને સીલ કરાયા

|

Apr 05, 2021 | 1:20 PM

SURAT : શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરમાં કોરોના ઉપર કાબૂ મેળવવો મુશ્કેલ થઇ રહ્યું છે. સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે.

SURAT :મહિધરપુરા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, કોર્પોરેશન દ્વારા 8 વિસ્તારોને સીલ કરાયા
મહિધરપુરા વિસ્તાર સીલ કરાયો

Follow us on

SURAT : શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરમાં કોરોના ઉપર કાબૂ મેળવવો મુશ્કેલ થઇ રહ્યું છે. સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે. જેમાં મહિધરપુરા વિસ્તારની મોટી શેરી, ભૂતશેરી, નાગરશેરી, મણિયારાશેરી, વાણીયા શેરી, ગલેમંડી મોટીશેરી, ગુંદીશેરીના નાકા આગળ આડાસ મૂકી અને વાંસ, પતરા ઠોકીને બંધ કરી દેવામાં આવી છે. અલગ અલગ આઠથી વધુ શેરીઓ બંધ કરી દેવાની ફરજ પડી છે. તાવના દર્દીની સંખ્યા વધતા નજીકની હોસ્પિટલ દર્દીઓ સંખ્યા વધી રહી છે. તંત્રએ મહિધરપુરા હીરા બજારમાં પ્રવેશવા પહેલાં ફરજિયાત વેક્સિનેશન કરાવવા માટે પ્રયાસ શરૂ કર્યો છે.

કોર્પોરેશન દ્વારા આડસ લગાડવાનું શરૂ કરાયું
સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ શેરીઓમાં જવા-આવવા પર પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણના કેસ વધતા કોર્પોરેશનની ટીમ દ્વારા બહારના લોકોની અવરજવર ઓછી રહે તે માટેના પ્રયાસો કર્યા છે. લોકોને પણ એકબીજાના સંપર્કમાં ન આવવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. મહિધરપુરા વિસ્તાર જુના સુરત વિસ્તારમાંનો એક છે. જેથી શેરીઓ ખૂબ જ સાંકડી છે અને ગીચ વસ્તીના કારણે અહીં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાય તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા આડસ લગાડવાનું શરૂ કરાયું છે.

હીરા બજારના કારણે હજારોની સંખ્યામાં લોકોની અવરજવર
મહિધરપુરા વિસ્તારમાં હીરા બજાર આવેલું છે. જેને કારણે રોજના હજારોની સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. લોકો ખૂબ ઓછા પ્રમાણમાં વેક્સિનેશન કરાવી રહ્યા છે. મહિધરપુરા જેવા વિસ્તારમાં કે જ્યાં ડાયમંડના દલાલોની ઓફિસ મોટી સંખ્યામાં આવી છે. ત્યાં આગળ પ્રવેશવા પહેલાં ફરજિયાત વેક્સિનેશન કરાવવા માટે પ્રયાસ શરૂ કર્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા
ગત વર્ષે જ્યારે સુરત શહેરમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું હતું ત્યારે આ જ પ્રકારની સ્થિતિ સર્જાઇ હતી. માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં આડસ લગાડવાનું કોર્પોરેશન દ્વારા શરૂ કરાયું હતું. ગત વર્ષ જેવી સ્થિતિ અત્યારે પણ યથાવત જોવા મળી રહી છે. શહેરમાં વધતા સંક્રમણને કારણે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે.

Published On - 1:20 pm, Mon, 5 April 21

Next Article