Surat: 5 દિવસમાં આટલા કોરોનાના મૃતકોના પરિવારને આપવામાં આવી સહાય, કામગીરીમાં સુરત મોખરે

|

Nov 30, 2021 | 9:36 AM

Surat: કોરોના મૃતકોના પરિવારને સહાય આપવાની કામગીરી સુરતમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તો માત્ર 5 દિવસમાં એક હજાર મૃતકોના પરિજનોને સહાય આપાઈ છે.

Surat: રાજ્યમાં કોરોના મૃતકના (Corona Death) પરિવારોને સહાય આપવાની શરુ કરી દેવામાં આવી છે. તો સુરતમાં આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. શનિવારે રાજાના દિવસે પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. તો આ મહેનતના કારણે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય આપવામાં સુરત પ્રથમ ક્રમે રહ્યું છે. છેલ્લા 5 દિવસમાં 1 હજાર મૃતકોના પરિવારને સહાય  (Corona compensation) ચુકવાઈ છે. તો અત્યાર સુધીમાં મૃતકોના પરિવારને 5 કરોડની સહાય ચુકવાઈ હોવાની વાત સામે આવી છે.

જણાવી દઈએ કે સુરતમાં 80 પરિવારોએ સહાય સ્વીકારવાથી ઈનકાર કર્યો છે. તો સુરતમાં સહાય માટે કુલ 1956 ફોર્મ ભરાયા છે. તેમાંથી અન્ય ફોર્મની હજુ ચકાસણી ચાલી રહી છે. રજાના દિવસે પણ ફોર્મ ચકાસણી સહિતની કામગીરી ચાલી રહી હતી.

સુપ્રિમ કોર્ટના સખ્ત આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીમાં મોતને ભેટનાર પરિવારજનોને આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેર અને જિલ્લાના તમામ તાલુકાઓમાંથી જિલ્લા કલેકટરના વહીવટી તંત્રને 1956 અરજીઓ મળી હતી. આ અરજીઓની ચકાસણી અને ત્યારબાદ સહાયની રકમ મૃતકના પરિવારજનોના બેંક એકાઉન્ટમાં જમા ત્વરિત જમા કરાવવા માટે જિલ્લા કલેકટર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: Gujarat: ફરી એકવાર ખેડૂતો માટે મુશ્કેલી બનશે માવઠુ! આજથી 2 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી

આ પણ વાંચો: Health : આ કારણોથી થાય છે કિડનીને નુકશાન, કિડનીને સ્વસ્થ્ય રાખવા ડાયેટમાં સામેલ કરો આ ફૂડ

Next Video