Surat : કવાસગામ ખાતે વેલ્ડીંગની દુકાનમાં બ્લાસ્ટ થતા માલિક સહીત ત્રણ લોકો દાઝયા, તમામને સિવિલ હોસ્પિટલમા ખસેડાયા

|

Apr 15, 2022 | 3:56 PM

તેઓ તેમની દુકાને વેલ્ડીંગનું કામ કરાવવા જતા હોયે છે. જેથી તેમની સાથે મિત્રતા થઇ ગઈ છે. આજે સવારે તેઓ તેમની વેલ્ડીંગની દુકાનની બાજુમાં જ ચા પિતા હતા ત્યારે ત્યાં આગ(Fire ) લાગી ગઈ હતી.

Surat : કવાસગામ ખાતે વેલ્ડીંગની દુકાનમાં બ્લાસ્ટ થતા માલિક સહીત ત્રણ લોકો દાઝયા, તમામને સિવિલ હોસ્પિટલમા ખસેડાયા
Civil Hospital Burns Ward (File Image )

Follow us on

સુરતના(Surat )કવાસગામ ખાતે આવેલ આયુષી રોડ પર વેલ્ડીંગની દુકાન આવેલી છે. દરમિયાન આજે સવારે ત્યાં એક કારીગર(Worker ) કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ બ્લાસ્ટ(Blast ) થવાની સાથે આગ ભડકી ઉઠી હતી. જેમાં ત્રણ લોકો દાઝી ગયા હતા.ઘટનાના પગલે સ્થળ ઉપર અફડાતફડી મચી ગઈ હતી. ત્રણે જણાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ ઘટનાની જાણ થતા ઇચ્છાપોર પોલીસ પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવી હતી.

ઇચ્છાપોર પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી કવાસગામ ખાતે આયુષી રોડ ઉપર વેલ્ડીંગની દુકાનમાં આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગ ભડકી ઉઠી હતી જેમાં હજીરા રોડ પર આવેલા બીસીસીએલ આવાસમાં રહેતા રહેમત બાબુ મોહમ્મદ મુક્તાર અલી (ઉ.વ.18),સરવર અલી મોયુદ્દીન મિયાં (ઉ.વ.36 ) અને કલીમ સાદિક હુસેન (ઉ.વ.40 )  દાઝી ગયા હતા. ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુમા આ બનાવ અંગે ઈજાગ્રસ્તો પરિચિત રાજકુમાર શુકલાએ જણાવ્યું હતું કે તેઓ રીક્ષા ચલાવે છે. વેલ્ડીંગની દુકાન કલીમભાઈની છે. અવાર નવાર તેઓ તેમની દુકાને વેલ્ડીંગનું કામ કરાવવા જતા હોયે છે. જેથી તેમની સાથે મિત્રતા થઇ ગઈ છે. આજે સવારે તેઓ તેમની વેલ્ડીંગની દુકાનની બાજુમાં જ ચા પિતા હતા ત્યારે ત્યાં આગ લાગી ગઈ હતી.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

જોકે ત્યાં કામ કરતી વખતે ગેસ સિલિન્ડરના પાઇપ બેક મારતા ફાટી ગયો હતો જેના કારણે રહેમતના કપડામાં આગ પકડી લેતા તે દાઝવા લાગ્યો હતો ત્યારે કલીમ અને સરવર તેને ઓલાવવા અને બચાવવા જતા તેઓ પણ દાઝી ગયા હતા. હાલ દાઝેલા ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :

Surat: અંબાજી મંદિર રોડ પર ડ્રેનેજની કામગીરી માટે ખોદાયેલા ખાડા ભરવામાં ન આવતા લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી

Surat: આઇપીએલની મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમાડનાર પર દરોડોઃ લેપટોપ અને 29 નંગ મોબાઇલ જપ્ત

Next Article