Surat : જન્મદિનની યાદગાર બનાવવા હવે પોસ્ટ વિભાગ ફોટો સાથેની ટિકિટ છાપી આપશે

|

Sep 16, 2021 | 6:27 AM

પોસ્ટ વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જે અંતર્ગત પોસ્ટ વિભાગ દ્વારા પોતાના જન્મદિન પર ફોટો સાથેની ટપાલટિકિટ છાપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

Surat : જન્મદિનની યાદગાર બનાવવા હવે પોસ્ટ વિભાગ ફોટો સાથેની ટિકિટ છાપી આપશે
Surat: The post department will now print tickets with photos to commemorate the birthday

Follow us on

Surat આજના ડિજિટલ યુગમાં પોસ્ટ વિભાગ(Post Department )ખાતે આવતી ટપાલની સંખ્યા લગભગ નહિવત થઇ ગઇ છે જેથી પોસ્ટ વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જે અંતર્ગત પોસ્ટ વિભાગ દ્વારા પોતાના જન્મદિન પર ફોટો સાથેની ટપાલટિકિટ છાપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

ડિજિટલ યુગ પહેલા ટપાલ તથા પોસ્ટ વિભાગ નો અનેરો હતો. ગામડાંથી લઈને શહેર સુધી તમામ જગ્યાએ ટપાલ લખવાનું મહત્વનું માધ્યમ હતું. પરંતુ જ્યારથી ડિજિટલ યુગ શરૂ થયો છે. ત્યારથી હવે મોટાભાગના સંદેશ વ્યવહાર સોશિયલ મીડિયા કે ડિજીટલના અન્ય માધ્યમો થકી આસાન બની ગયા છે. જેથી હવે પોસ્ટ વિભાગની કામગીરી ધીરે ધીરે ભુલાતી જાય છે.

હાલ જ્યારથી ડિજિટલ માધ્યમો વધ્યા છે ત્યારથી પોસ્ટ વિભાગ અને ટપાલ નું મહત્વ એકંદરે ઘટતું જોવા મળ્યું હતું. હાલ પણ ટપાલ વ્યવહાર નહિવત જણાઈ રહ્યો છે. જેને જીવંત રાખવા માટે અવારનવાર પોસ્ટ વિભાગ દ્વારા નાના મોટા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હાલના સમયમાં સરકારી કાગળો, મેગેઝિન સહિતની વસ્તુઓની ડિલિવરી માટે પોસ્ટ વિભાગના કર્મચારી ઘરે ઘરે ફરતા જોવા મળે છે. ટપાલ માટે ભાગ્યે જ આપવા જવાનું થતું હોય છે. હાલ પોસ્ટ વિભાગ દ્વારા એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. પોસ્ટ વિભાગે વ્યક્તિને પોતાના જન્મદિવસ પર પોતાની ટપાલ ટિકિટ છપાવવાની સુવિધા શરૂ કરી છે.

આ ઉપરાંત મેરેજ એનિવર્સરી અને કોઈ પણ સિદ્ધિ માટે ટિકિટ પણ છુપાવાની સુવિધા શરૂ કરી છે. જેના માધ્યમથી લોકોમાં પોસ્ટ વિભાગ નું મહત્વ વધશે. આ રીતે પણ લોકો પોતાના જીવનના ખાસ દિવસને સ્પેશ્યલ બનાવી શકશે. પોતાના ફોટા વાળી ટપાલ ટિકિટ છપાવીને વ્યક્તિને ખાસ અનુભવ પણ મળશે. અને આ થકી પણ પોસ્ટ વિભાગને એક નવો વેગ મળશે.

નોંધનીય છે કે આજના સમયમાં પોસ્ટ વિભાગનું મહત્વ પણ યથાવત રહે તે માટે અવારનવાર આવા નવતર પ્રયોગો પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવે છે. ત્યારે આ નવતર પ્રયોગને પણ લોકો તરફથી સારો આવકાર મળી રહ્યો છે.

આ પણ વાંચો :

Surat: મંત્રીમંડળમાં કુમાર કાનાણીનું પત્તુ કપાય તેવી સંભાવના, હર્ષ સંઘવી અથવા અરવિંદ રાણા મંત્રીપદની રેસમાં

આ પણ વાંચો :

Surat : ઉકાઇમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે તાપી બંને કાંઠે, સર્જાયો આહલાદક નજારો

Next Article