Surat: મજુરા ગેટ પાસે આવેલ બોથરા ફાઈનાન્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ કોરોનાના કારણે થોડા સમયથી રજા પર હતા. 12મી મેના રોજ પરેશભાઈ તેમના પત્ની સાથે આ કંપનીમાં પગાર લેવા માટે ગયા હતા. પગાર લઈને ઓફિસમાંથી નીચે ઊતરતા હતા ત્યારે તેઓને ચક્કર આવતા તેઓ પડી ગયા હતા.
તે બાદ તેમને ઊલટીઓ થતા તાત્કાલિક નિર્મલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યાં સિટી સ્કેન કરાવતા તેમને મગજની નસો ફાટી જવાથી બ્રેન હેમરેજ થયું હોવાનું બહાર આવ્યું હતું. તારીખ 13 મેના રોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
નિર્મલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરીને પરેશભાઈના બ્રેનડેડ થયા હોવાની જાણકારી આપવામાં આવી હતી. ડોનેટ લાઈફના સભ્યો દ્વારા પરિવારના અન્ય સભ્યો સાથે ચર્ચા કરી અને નક્કી કર્યું કે તેમનું બ્રેનડેડ થઈ ગયું છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત છે.
હાલ કોરોના સમયમાં જ્યારે દેશમાં અંગદાનનું પ્રમાણ ખૂબ ઓછું છે. ત્યારે પરેશભાઈના સગાઓ દ્વારા તેમનું અંગદાન કરીને અન્ય દર્દીઓને નવજીવન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિવારજનો તરફથી અંગદાન અંગેની સંમતિ મળતાં પરેશભાઈના કિડની, લિવર, હૃદય અને ફેફસાં માટે જણાવવામાં આવ્યું હતું.
જોકે લોજિસ્ટિક પ્રોબ્લેમને કારણે ફેફસાં અને હૃદયનું અંગદાન થઈ શક્યું નહોતું. પરંતુ અમદાવાદની સિમ્સ હોસ્પિટલના ડોક્ટરે તેમનું લિવરનું દાન સ્વીકાર્યું, ત્યારે ચક્ષુદાન લોકસમર્પણ બેંકના પ્રફુલ્લ શિરોયાએ સ્વીકાર્યું હતું.
દાનમાં મેળવવામાં આવેલા લીવર ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી 64 વર્ષીય વ્યક્તિ કે જેઓ છેલ્લા દોઢ વર્ષથી સિરોસીસ બીમારીથી પીડાતા હતા, તેમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલને આપવામાં આવ્યું હતું. લીવરને સમયસર અમદાવાદ પહોંચાડવા માટે નિર્મલ હોસ્પિટલથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધીનો 280 કિલોમીટરનો ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 382 કિડની, 157 લીવર, 8 પેન્ક્રીઆસ, 31 હૃદય અને 12 ફેફસા 286 ચક્ષુઓ મળીને કુલ 873 વ્યકિતઓને અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને આપશો 803 વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટિ આપવામાં સફળતા મળી છે.