Surat : લગ્નમાં ગરીબોની સેવા કરવાનું આઠમું વચન લઈ પ્રભુતામાં પગલાં માંડયા

|

May 11, 2021 | 2:56 PM

Surat : હાલ કોરોનાની મહામારીને કારણે તહેવારો અને સામાજિક પ્રસંગો અટવાઈ ચુક્યા છે. કોરોના સંક્રમણની ભીતિને જોતા સરકારે આવા તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મુક્યા છે.

Surat : લગ્નમાં ગરીબોની સેવા કરવાનું આઠમું વચન લઈ પ્રભુતામાં પગલાં માંડયા
સુરત

Follow us on

Surat : હાલ કોરોનાની મહામારીને કારણે તહેવારો અને સામાજિક પ્રસંગો અટવાઈ ચુક્યા છે. કોરોના સંક્રમણની ભીતિને જોતા સરકારે આવા તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મુક્યા છે. અને જો લગ્ન પ્રસંગ કે અન્ય સામાજિક પ્રસંગો નોંધાઇ પણ થઈ પણ રહ્યા છે. તો તેમાં પણ હાજરી આપનાર લોકોની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી છે.

સુરતમાં આવા જ એક લગ્ન યોજાયા હતા. જેમાં લગ્નની બધી જ તૈયારીઓ પૂર્ણ થઈ હતી. આ લગ્નમાં ગ્રહશાંતિ દાંડિયા રાસ જેવા ઘણા પ્રસંગો પણ રાખ્યા હતા. પણ કોરોના મહામારીના કારણે તેમજ સરકારી ગાઈડલાઈન પ્રમાણે વર પક્ષના 20 અને કન્યા પક્ષના 20 વ્યક્તિઓની હાજરી વચ્ચે જ આ લગ્ન યોજાયા હતા.

લગ્નની વિધિ શરૂ કર્યા પહેલા વર અને કન્યાએ એકબીજાને કોરોના સામે રક્ષણ આપતું માસ્ક પહેરાવ્યું હતું. ધર્માંગ અને અંકિતા નામના આ નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

લગ્નમાં સપ્તપદીના સાત વચનમાં કોરોનાકાળમાં વધુ એક વચનનો ઉમેરો કર્યો હતો. મુશ્કેલીના આ સમયમાં આ યુગલે ગરીબ પરિવારોને અનાજની કીટ બનાવી વધારેમાં વધારે પરિવારો સુધી આ કીટ પહોંચાડી સેવાનો સંકલ્પ પણ કર્યો હતો.

Next Article