સુરતીઓને હવે વધુને વધુ ફ્લાઈટનો ફાયદો મળી રહ્યો છે. તેવામાં હવે ગો ફર્સ્ટ એરલાઇન્સ ગોવા અને જયપુરની ફ્લાઇટ ઓપરેટ કરવાની તૈયારી શરૂ કરી રહી છે. ગો ફર્સ્ટ એરલાઇન્સના અધિકારીઓ એ શહેરની મોટી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની સાથે એક બેઠક કરી હતી. જેમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓએ મળીને ગોવા અને જયપુરની સીધી ફ્લાઇટ તેમજ લખનઉ, હૈદરાબાદ અને ચેન્નાઇ સહિતના જુદા જુદા શહેરોની વન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની માંગ મૂકી હતી.
જેથી ગો ફર્સ્ટ એરલાઇન્સના ઓફિસરોએ જણાવ્યું હતું કે ગોવા અને જયપુરની ડાયરેક્ટ ફ્લાઇટ તેમના પ્લાનિંગમાં છે અને તેને પણ ટૂંક સમયમાં જ શરૂકરવામાં આવશે.. આ પછી ગો ફર્સ્ટ એરલાઇન્સના ઓફિસરોએ મુંબઇની સીધી ફ્લાઇટ શરૂ કરવા માટે તૈયારી બતાવવામાં હતી. પરંતુ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓએ જણાવ્યું હતું કે દર પંદર મિનિટે સુરતથી મુંબઇની ઘણી ટ્રેનો ઉપડે છે. આ ઉપરાંત સરકારી અને ખાનગી બસ તેમજ ખાનગી કાર પણ મુંબઇ જવા માટે સસ્તી પડે છે. જેથી ફ્લાઇટના પેસેન્જર મળવા ખૂબ જ મુશ્કેલ દેખાઈ રહ્યું છે.તેવી વાત શહેરની જાણીતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની દ્વારા જણાવવામાં આવી છે.
6 મહિનામાં પેસેન્જરોની સંખ્યા 15 હજારથી 87 હજાર પર પહોંચી
કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા જ હવે હવાઇ મુસાફરોની સંખ્યામાં પણ મોટો વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા છ મહિનાની જ વાત કરીએ તો સુરત એરપોર્ટથી અવર જવર કરતા પેસેજનજરની સંખ્યા 15 હજારથી સીધી જ 87 હજાર પર પહોંચી ગઈ છે. એરપોર્ટ ડિરેક્ટર અમન સૈનીએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર મહિનામાં સુરત એરપોર્ટ પર 894 ફ્લાઇટનું ઓપરેશન થયું છે. જેમાં કુલ 87,051 પેસેન્જરોની અવર જવર નોંધાઈ છે. નોંધનીય છે કે મે મહિનામાં સુરત એરપોર્ટથી 15,381 પેસેન્જરોની અવર જવર થઇ હતી.
એરપોર્ટ ઓથોરિટી પાસેથી મળેલા પેસેન્જરના આંકડા પર નજર કરીએ તો
મહિનો પેસેન્જરો
મે-2020 1,616
જૂન-2020 9,343
જૂલાઈ-2020 8,858
ઓગસ્ટ-2020 18,792
સપ્ટેમ્બર-2020 44,841
ઓક્ટોબર-2020 57,642
નવેમ્બર-2020 67,952
ડિસેમ્બર-2020 74,415
જાન્યુઆરી-2021 87,227
ફેબ્રુઆરી-2021 96,949
માર્ચ-2021 96,086
એપ્રિલ-2021 48,089
મે-2021 15,381
જૂન-2021 28,581
જૂલાઇ-2021 54,630
ઓગસ્ટ-2021 77,790
સપ્ટેમ્બર-2021 79,815
ઓક્ટોબર-2021 87,008
આમ, કોરોનાની પહેલી અને બીજી લહેર બાદ મુસાફરીની સંખ્યામાં ઘટાડો જરૂર નોંધાયો હતો. પણ આ લહેર ઓસર્યા પછી હવે આંકડા પરથી જોઈ શકાય છે કે સુરત એરપોર્ટ ફરી એકવાર ધમઘમતું થયું છે. જેના કારણે હવે વિવિધ એરલાઇન્સ કંપનીઓ દ્વારા પણ અલગ અલગ શહેરોમાં ફ્લાઇટો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રસી નહીં તો પ્રવેશ નહીં ! સુરત મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય
આ પણ વાંચો : સુરત : ગઠીયાએ કેટલી આસાનીથી મોબાઇલ સેરવી લીધો, ચોરની ચાલાકી સીસીટીવીમાં કેદ થઇ