Surat : સુરતમાં તૈયાર થશે રાજ્યનો પહેલો બાયોડાયવર્સીટી પાર્ક, 86 હેકટર જગ્યામાં સાકાર થશે અર્બન ફોરેસ્ટ

|

Nov 15, 2021 | 1:22 PM

આ વિશાળ પાર્ક સાકાર થવાથી કુલ 86 વિસ્તારમાં પથરાયેલું જંગલ શહેરમાં હશે, જે ગુજરાતનું સૌથી પહેલું બાયોડાઈવર્સિટી પાર્ક બનશે. અને જેથી સુરતીઓને હરવા-ફરવા માટે એક નવું સ્થળ પણ મળી રહેશે.

Surat : સુરતમાં તૈયાર થશે રાજ્યનો પહેલો બાયોડાયવર્સીટી પાર્ક, 86 હેકટર જગ્યામાં સાકાર થશે અર્બન ફોરેસ્ટ
Surat: State's first biodiversity park to be set up in Surat, urban forest to be realized in 86 hectares of land

Follow us on

Surat સુરત મહાનગરપાલિકાના અલથાણ બમરોલી બ્રિજથી ભીમરાડ અમરોલી બ્રિજ સુધીના વિસ્તારમાં ખાડી કિનારે મહાનગરપાલિકાની વિશાળ જગ્યામાં બાયોડાઈવર્સિટી પાર્ક (Bio Diversity Park )બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવનારા ભવિષ્યમાં શહેરના વિસ્તાર વધશે ત્યારે પર્યાવરણની જાળવણી પણ તેટલી જ જરૂરી બની રહેશે તે માટે મહાનગર પાલિકા દ્વારા શહેરમાં અર્બન ફોરેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિશાળ પાર્ક સાકાર થવાથી કુલ 86 વિસ્તારમાં પથરાયેલું જંગલ શહેરમાં હશે, જે ગુજરાતનું સૌથી પહેલું બાયોડાઈવર્સિટી પાર્ક બનશે. અને જેથી સુરતીઓને હરવા-ફરવા માટે એક નવું સ્થળ પણ મળી રહેશે. પાર્કમાં વધુ ને વધુ પક્ષીઓ આકર્ષિત થાય તે માટેના પ્રયાસો કરાશે. જેમકે પાણી કઈ રીતે પક્ષીઓના આકર્ષિત કરી શકે તે માટે વોટર ફાઉન્ડેશન સાઉન્ડ, મુવિંગ વોટર સાઉન્ડ કે મડ પુડિંગ વિકસિત કરવામાં આવશે. તેમજ વિવિધ પ્રકારના શેલ્ટર પણ બનાવવામાં આવશે.

બાયોડાઈવર્સિટી પાર્ક કેવો હશે ?
આ પાર્ક ખાડી કિનારે ડેવલોપ કરવામાં આવી રહ્યો છે. જેમાં ખાડી સહિત કુલ 126 હેકટર નો વિસ્તાર આવરી લેવામાં આવ્યા છે, અને પ્લાન્ટેશન કુલ 86 હેકટર જગ્યામાં થશે. જેમાં કુલ છ લાખ રોપા રોપવામાં આવશે અને 85 જાતિના રોપાઓ અહીં રોપવામાંઆવશે. તે ઉપરાંત અહીં સાયકલ ટ્રેક, છઠ પૂજા માટે તળાવ, ડિસ્કવરી સેન્ટર, બર્ડ વૉચિંગ ટાવર પણ હશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બાયોડાઈવર્સિટી પાર્કના મુખ્ય નજરાણા સમાન સુરતના અસલ જુના વૃક્ષો પણ હશે. જે હવે લુપ્ત થઈ ગયા છે તેવા વૃક્ષોને તજજ્ઞો પાસેથી યાદી લઇને તૈયાર કરવામાં આવશે. તમામ 85 પ્રકારના વૃક્ષો એવા જૂના હશે જે સુરતમાં ઘણા સમય પહેલા હતા. જેમાં ચંપક, સૂર્ય કમળ ,ઝીણી થુણી , પારસપીપળો,કડામો, અરડૂસો, હાડસાંકળ અરીઠા વગેરેનો સમાવેશ થાય છે.

બાયોડાયવર્સીટી પાર્કના ફાયદા
અહીં ચિલ્ડ્રન પ્લે એરિયા, સીનીયર સીટીઝન કોર્નર, બાઈસીકલ ટ્રેક , ફૂડકોર્ટ, મલ્ટી એક્ટિવિટી પેવેલિયન, આર્ટિસ્ટિક બ્રિજ હશે. ખાડી કિનારાના આસપાસના વિસ્તારમાં તો ગંદકીનું રહેતું હોય છે પરંતુ અહીં મોટો પાર્ક વિકસિત કરીને ફરવાલાયક સ્થળ તેમજ શહેરમાં પર્યાવરણ પ્રત્યેની કામગીરી કરાશે. જેથી પ્રદૂષણ પણ ઓછું થશે. હવાનું મોટી માત્રામાં શુદ્ધિકરણ થશે.

ખાડીની દુર્ગંધ જશે. વરસાદી પાણીનો પણ અહીં સંગ્રહ થશે. આ પ્રોજેક્ટ કુલ 108 કરોડનો છે. જેમાં 126 હેક્ટર શહેર નો એરિયા આવરી લેવામાં આવશે. જેમાં 86 હેકટર વિસ્તારમાં પ્લાન્ટેશન ડેવલપમેન્ટ કરાશે. વૃક્ષોની સંખ્યા અંદાજે છ લાખ સુધીની હશે. જેમાં 85 પ્રકારના વૃક્ષો હશે. આ કામગીરી કુલ પાંચ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 30 કલાકનો યોગા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે

આ પણ વાંચો : સુરત : દેવઉઠી અગિયારસની ઉત્સાહભેર ઉજવણી, કંતારેશ્વર મહાદેવ મંદિર પરિસરને ઘીના દિવાઓથી શણગારાયું

Next Article