Breaking News: સુરતમાં 400 કરોડનું કૌભાંડ કરનાર માસ્ટરમાઈન્ડનો સાગરીત ઝડપાયો, ટ્રેડિંગ વેબસાઈટ બનાવી કરતો ઠગી

મળતી માહિતી મુજબ આ સાગરીત અને તેનો માસ્ટરમાઈન્ડ વેબસાઈટ બનાવી હતી. જેના આધારે સુરતના વેપારીઓને ટ્રેડિંગની લાલચ આપી રૂ. 56 લાખથી વધુ પૈસા પડાવી ચૂક્યો છે. ખાલી 12 ધોરણ પાસ કરેલ આ શખ્સ દુબઈ બેઠેલા કુખ્યાત ઠગ લવિશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કામ કરતો હતો

Breaking News: સુરતમાં 400 કરોડનું કૌભાંડ કરનાર માસ્ટરમાઈન્ડનો સાગરીત ઝડપાયો, ટ્રેડિંગ વેબસાઈટ બનાવી કરતો ઠગી
| Updated on: Mar 21, 2026 | 1:29 PM

સુરતથી 400 કરોડના કૌભાંડ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. લોકો સાથે 400 કરોડનું કૌભાંડ આચરનાર માસ્ટરમાઈન્ડ લવિશ ચૌધરીનો સાગરીત વડોદરાથી પોલીસના હાથે ઝડપાયો છે. મળતી માહિતી મુજબ આ આ સાગરીત સીધા દુબઈ બેઠેલ માસ્ટરમાઈન્ડ કુખ્યાત ઠગ લવિશ ચૌધરીના સંપર્કમાં હતો, જેની આજે પોલીસે ધરપકડ કરી છે. માત્ર ધોરણ 12 પાસ કરેલ આ સાગરીતે 10 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. તેમજ દુબઈથી બેંગકોકની 18 ટ્રીપ કરી ચૂક્યો છે.

400 કરોડનું કૌભાંડ કરનાર માસ્ટમાઈન્ડનો સાગરીત ઝડપાયો

મળતી માહિતી મુજબ આ સાગરીત અને તેનો માસ્ટરમાઈન્ડ વેબસાઈટ બનાવી હતી. જેના આધારે સુરતના વેપારીઓને ટ્રેડિંગની લાલચ આપી રૂ. 56 લાખથી વધુ પૈસા પડાવી ચૂક્યો છે.

ખાલી ધોરણ 12 પાસ કરેલ આ શખ્સ દુબઈ બેઠેલા કુખ્યાત ઠગ લવિશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કામ કરતો હતો અને તેણે આમ અને કૌભાંડ આચર્યા છે. લવિશ ચૌધરી સામે અગાઉ EDએ રેડ કરીને 400 કરોડ ફ્રિઝ કર્યા હતા. ત્યારે હાલ લવિશ ચૌધરીનો સાગરિત પોલીસને હાથે ઝડપાયો છે. આ શખ્સ વર્ષ 2023થી ઠગાઈના આ ધંધા સાથે જોડાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ટ્રેડિંગના નામે કરી વેપારીઓ સાથે ઠગી

આરોપી ટ્રેડિંગની વેબસાઈટ પર એકાઉન્ટ બનાવીને લોકોને દર મહિને 5 થી 6 ટકા નફાની લાલચ આપતો હતો. આમ આરોપીએ સુરતના વેપારી પાસેથી ટુકડે-ટુકડે કરીને 56 લાખ 92 હજારથી વધુની રકમ ખંખેરી હોવાની પોલીસ ફરીયાદ પણ નોંધાઈ છે. આ સાથે આરોપીના બેંક એકાઉન્ટ સામે પણ દેશભરમાંથી 50 ફરિયાદો નોંધાયેલી છે.

સુરત પોલીસે સાગરીતને ઝડપી પાડ્યો

આ સમગ્ર મામલે તપાસ કરતા પોલીસને આરોપીના ત્રણ બેંક એકાઉન્ટ માંથઈ 10 કરોડ 2 લાખથી વધુની રકમના વ્યવહારો થયાની માહિતી મળી છે. ત્યારે પોલીસે EDને વધુ તપાસ સોંપીને દુબઈ બેઠેલા મુખ્ય આરોપીને પકડવા પણ કવાયત હાથ ધરી છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે આ ગેંગે માત્ર સુરત જ નહીં પણ આખા દેશમાં રોકાણકારોને નિશાન બનાવ્યા છે.

પાટણ ગેંગવોર મામલો, આરોપીઓના મોર બોલાવ્યા બાદ હવે કુખ્યાત ગેંગસ્ટરના ફાર્મ હાઉસ પર બુલડોઝર, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Published On - 12:39 pm, Sat, 21 March 26

Follow Us