Surat: ‘અચ્છે દિન’ ડાયમંડ-ટેક્સ્ટાઈલ બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ આવી તેજી

|

Nov 03, 2021 | 7:58 PM

એક સમય એવો પણ હતો કે જ્યારે લાગ્યું હતું કે કોરોનાના કારણે જૂનમાં રિયલ એસ્ટેટની હાલત બહુ કથળી ગઈ હતી.  જેના કારણે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા વ્યવસાયિકોની હાલત પણ અત્યંત કફોડી હતી.

Surat: અચ્છે દિન ડાયમંડ-ટેક્સ્ટાઈલ બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ આવી તેજી

Follow us on

ત્રણ મહિનાની તહેવારોની સિઝનમાં સુરતના ડાયમંડ (Diamond) અને ટેક્સ્ટાઈલ (Textile) માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. કોરોનાના કારણે ગુમાવાયેલી ધંધા વેપારની રોનક પાછી ફરી છે. તેવામાં જ રિયલ એસ્ટેટ(Real Estate) ક્ષેત્રમાં પણ ફરીવાર તેજીનો માહોલ જોવા મળ્યો છે. પાછલા એક વર્ષમાં સિમેન્ટ, રેતી અને ઈંટ તેમજ અન્ય રો મટિરિયલ્સની કિંમતો સતત વધી રહી છે. પરંતુ નોટબંધી પછી  પહેલી વાર રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સૌથી વધારે તેજીનો માહોલ જોવા મળ્યો છે. 

 

સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રની વાત કરીએ તો હાલમાં સુરતમાં 250થી 300 જેટલા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જેમાંથી 90 ટકા પ્રોજેક્ટ બુક થઈ ગયા છે. જોકે આ જ બતાવે છે કે રિયલ એસ્ટેટનો ધંધો પણ હાલ પાટા પર આવી ગયો છે. કોરોનાના દોઢ વર્ષ પછી આટલો સારો માહોલ જોવા મળી રહ્યો છે.

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

 

એક સમય એવો પણ હતો કે જ્યારે લાગ્યું હતું કે કોરોનાના કારણે જૂનમાં રિયલ એસ્ટેટની હાલત બહુ કથળી ગઈ હતી.  જેના કારણે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા વ્યવસાયિકોની હાલત પણ અત્યંત કફોડી હતી. કોરોનાના કારણે આર્થિક માર પડતા સુરતમાં નિર્માણ પામી રહેલા 250થી 300 પ્રોજેક્ટમાં 100 જેટલા પણ પ્રોજેક્ટ પુરા થશે કે કેમ તે એક ચિંતા હતી.

 

100 કરતા પણ વધારે પ્રોજેક્ટ તો પુરા ઘોંચમાં જ મુકાઈ ગયા હતા. એટલું જ નહીં 50 કરતા વધારે પ્રોજેક્ટ તો એવા પણ હતા કે જેને મંજૂરી મળ્યા પછી પણ તેનું બાંધકામ શરૂ થઈ શક્યું ન હતું. કારણ કે તે સમયે સિમેન્ટ, રેતી, ઈંટ અને અન્ય રો મટિરિયલ્સની કિંમતો સતત વધી રહી હતી. જેના કારણે સૌથી વધારે મુશ્કેલી આવી રહી હતી.

 

વધતી કિંમતોને કારણે પ્રોજેક્ટને પુરા કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. જોકે નોટબંધી પછી પહેલી વાર દિવાળી પર સૌથી વધારે બુકીંગ થયું છે. દિવાળી પછી પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર થવાની આશંકા છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રની હાલની સ્થિતિ ખુબ સારી છે. જોકે નવી ફાયર પોલિસી લાગુ થયા પછી કિંમતો હજી વધશે. 15 મીટર કરતા ઓછી ઊંચાઈ વાળા પ્રોજેક્ટમાં બે સીડી રાખવી પડશે. જો એમ થશે તો ચાલુ પ્રોજેક્ટના રેટ પણ વધી જશે.

 

આ પણ વાંચો : Surat: મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરે ગતિ પકડી, નવસારી ખાતે અન્ય 40 મીટર બોક્સ ગર્ડરનું કાસ્ટિંગ શરૂ થયું

 

આ પણ વાંચો : Surat : દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે ધુમાડો બની શકે છે હાનિકારક : ફેફસાના નિષ્ણાત તબીબ

Next Article