કોંગ્રેસના યુવા નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) તારીખ 29ના રોજ સુરતની કોર્ટમાં (Surat Court) હાજર થશે. 2019ની લોકસભા ચૂંટણી સમયે તેઓ પ્રચારમાં હતા. ત્યારે ભાષણમાં તેમને મોદી સમુદાય વિશે જે વિધાનો કર્યા હતા. તે બદલ હાલના ગુજરાતના મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને તારીખ 29 ઓક્ટોબરના રોજ સુરત કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. જો કે રાહુલ ગાંધી તેમના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય મેળવશે કે નવી તારીખ માટે અરજી કરશે તેના પર સૌની નજર છે.
ગત લોસભાની ચૂંટણનીના પ્રચાર દરમ્યાન તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ રહેલા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાકતા તેઓએ દેશના કૌભાંડોની વાત જાહેર મંચ ઉપરથી કરી હતી. તે સમય દરમ્યાન જે અલગ અલગ કૌભાંડો બહાર આવ્યા હતા. તેમાં નીરવ મોદી અને લલિત મોદીનું નામ પણ બહાર આવ્યું હતું.
રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે તમામ કૌભાંડીઓ અને ચોરોના નામની પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. એ પ્રકારનું નિવેદન કરતા સમગ્ર દેશમાં ભારે વિરોધ સાથે હોબાળો ફાટી નીકળ્યો હતો. જોકે આ દરમ્યાન સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસ સંદર્ભે રાહુલ ગાંધી અત્યાર સુધી બે વખત સુરત કોર્ટમાં માનહાની કેસ માટે કોર્ટમાં નિવેદન આપવા માટે આવી ચુક્યા છે. ફરિયાદી પક્ષના વકીલ દ્વારા અન્ય વધુ સાક્ષીઓના નિવેદન લેવાની જરૂરિયાત હોવાનું કોર્ટે રજૂ કરતા હાઈકોર્ટે તેમની પિટિશનને મંજૂરી આપી હતી. વધારાના બે શખ્સોએ પોતાનું નિવેદન માનહાની કેસમાં આપ્યા બાદ કોર્ટે ફરી એક વખત રાહુલ ગાંધીને ફર્લો સ્ટેટમેન્ટ માટે કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે.
માનહાની કેસ દાખલ કરનાર સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે માનહાની કેસમાં વધારાના સ્ટેટમેન્ટ માટે તેમને બોલાવવામાં આવ્યા છે. 29 ઓક્ટોબરના રોજ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થાય છે કે કેમ તે જોવું મહત્વનું બની રહેશે. તેઓએ હાઈકોર્ટની અંદર વધારાના સાક્ષીઓના નિવેદન લેવા માટે પિટિશન દાખલ કરી હતી. જે નામદાર કોર્ટે સ્વીકાર્યા બાદ ફરી એક વખત રાહુલ ગાંધીને સુરત ચીફ જ્યુડિશયલ કોર્ટમાં હાજર રહેવા માટે હુકમ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :SURAT : ખાનગી ટ્રાવેલ્સમાં દારુનો જથ્થો ઝડપાયો, 15 મુસાફરોના લગેજમાંથી વિદેશી દારુ જપ્ત
આ પણ વાંચો : Surat : બ્રેઇનડેડ થયેલા એકાઉન્ટન્ટના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને મળ્યું નવું જીવન