SURAT : સ્મીમેર હોસ્પિટલમાં 150 કોન્ટ્રાક્ટ કર્મચારીને છૂટા કરાતા વિરોધ પ્રદર્શનો

| Edited By: | Updated on: Dec 08, 2021 | 3:45 PM

11 મહિનાના કરાર પર આ તમામ કર્મચારીઓ હતા. જેમાં 122 વોર્ડબોય અને 48 જેટલી આયાને છૂટા કરવામાં આવ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં પહેલાથી સ્ટાફની અછત છે. અને, ત્યારે જ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા છે.

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીને છૂટા કરાયા છે. આ મામલે SMC સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. નોકરી પરથી છૂટા કરતા કોન્ટ્રાક્ટ વોર્ડબોય અને આયા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં અંદાજિત 150 જેટલા કોન્ટ્રાક્ટ કર્મીઓ છૂટા કરાયા છે.

11 મહિનાના કરાર પર આ તમામ કર્મચારીઓ હતા. જેમાં 122 વોર્ડબોય અને 48 જેટલી આયાને છૂટા કરવામાં આવ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં પહેલાથી સ્ટાફની અછત છે. અને, ત્યારે જ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા છે. હવે કર્મચારીઓ છૂટા કરાતા તંત્રના પાપે દર્દીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

અગાઉ સપ્ટેમ્બર માસમાં પણ કર્મચારીઓને છુટા કરી દેવાતા વિરોધ થયો હતો

નોંધનીય છેકે આ પહેલા કોરોના સંક્રમણ દરમિયાન સુરત મહાનગરપાલિકાએ આરોગ્ય વિભાગની કામગીરી માટે હંગામી ધોરણે કર્મચારી લીધા હતા. સુરતમાં કોરોના સંક્રમણ વખતે આરોગ્યલક્ષી કામગીરીમાં હોસ્પિટલમાં વોર્ડબોય અને આયાના 45 કર્મચારીઓને હંગામી ધોરણે લેવાયા હતા. આ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ લંબાવી સપ્ટેમ્બર મહિનાના અંત સુધીનો કરાયો હતો. જોકે હાલમાં સંખ્યા ગતિ અને કે સિંગલ ડિજિટમાં આવી રહ્યા છે. જેના કારણે કામગીરી ઘણી જ ઓછી રહે છે તેથી મહાનગરપાલિકાએ આજે સવારે 45 જેટલા હંગામી કર્મચારીઓને છૂટા કરી દીધા છે.  અચાનક કર્મચારીઓને છૂટા કરતા કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો. જેના પગલે પોલીસ પણ બોલાવવી પડી હતી.

આ પણ વાંચો : RAJKOT : સરધાર સ્વામિનારાયણ મંદિરે 10 ડિસેમ્બરથી ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, આઠ દિવસીય મહોત્સવમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે