Surat : દિવાળીમાં દેવાળાની તૈયારી : ભાજપ અને આપના કોર્પોરેટરોને લેપટોપ આપવાની દરખાસ્ત

|

Nov 02, 2021 | 3:10 PM

નોંધનીય છે કે એકતરફ સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઇ છે. તેવામાં શાસકો દ્વારા કરકસર કરીને ખર્ચ બચાવવા અને આવકના સ્ત્રોતો ઉભા કરવા બાબતે હમેશા વાતો કરવામાં આવે છે તો બીજી તરફ હવે તમામ 120 કોર્પોરેટરો માટે 72 હજારના ખર્ચે લેપટોપ ખરીદવાના કામ પર સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાવા જઈ રહ્યો છે. 

Surat : દિવાળીમાં દેવાળાની તૈયારી : ભાજપ અને આપના કોર્પોરેટરોને લેપટોપ આપવાની દરખાસ્ત
Surat Municipal Corporation

Follow us on

સુરત મહાનગરપાલિકામાં 120 કોર્પોરેટરોને (corporater ) રૂ. 87.36 લાખના ખર્ચે લેપટોપ (laptop )આપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ માટે બે એજન્સીઓની ઓફર આવી હતી. જે પૈકી એક એજન્સી ક્વોલિફાઈડ થઇ હતી. અગાઉ 98 લેપટોપ અને 22 ટેબ્લેટ ખરીદવા માટેનું ટેન્ડર ઇસ્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુધારેલી જરૂરિયાત મુજબ તમામ કોર્પોરેટરોને લેપટોપ આપવાનું જ નક્કી કરાયું હતી. છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેટરોને દરેક ટર્મની જેમ લેપટોપ આપવા કે કેમ તે બાબતે પદાધિકારીઓ અસમંજસભરી સ્થિતિમાં હતા. 

ભાજપ દ્વારા પણ પોતાના ધારાસભ્યો, હોદ્દેદારોને ટેબ્લેટ આપવામાં આવ્યા છે. હાલમાં જ ભાજપ પ્રમુખે એક કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્યો, હોદ્દેદારોને ટેબ્લેટનો ઉપયોગ કરવા માટે ટકોર કરી હતી. કોરોનાના કારણે મનપાની આર્થિક સ્થિતિ ડામાડોળ હોવાથી કોર્પોરેટરોને લેપટોપ આપવા કે કેમ ? તે બાબતે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. છેવટે તમામ કોર્પોરેટરોને લેપટોપ આપવા માટે શાસકોએ મન બનાવી લીધું છે. અને હવે શાસક અને વિપક્ષ એમ બંને પક્ષના સભ્યોને લેપટોપ આપવામાં આવશે.

નોંધનીય છે કે એકતરફ સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઇ છે. તેવામાં શાસકો દ્વારા કરકસર કરીને ખર્ચ બચાવવા અને આવકના સ્ત્રોતો ઉભા કરવા બાબતે હમેશા વાતો કરવામાં આવે છે તો બીજી તરફ હવે તમામ 120 કોર્પોરેટરો માટે 72 હજારના ખર્ચે લેપટોપ ખરીદવાના કામ પર સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાવા જઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

બીજી ચર્ચા એ પણ છે કે 120 કોર્પોરેટરોમાંથી મોટા ભાગના કોર્પોરેટરો પ્રાથમિક શિક્ષણ પણ લીધેલું નથી. જેઓને લેપટોપ ચલાવતા આવડે છે કે કેમ તે પણ એક સવાલ છે. ભૂતકાળમાં પણ કોર્પોરેટરોને અપાતા ગેજેટનો ઉપયોગ તેમના સબંધીઓ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે જો આ લેપ્ટોપ આપવામાં આવે તો તેમાંથી કેટલા કોર્પોરેટરો લેપટોપનો ઉપયોગ કરશે તે પણ એક સવાલ છે.

આ પહેલા જયારે મોંઘા ફોન આપવાની વાત હતી ત્યારે વિપક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. પણ આ લેપટોપ વિપક્ષના સભ્યોને પણ મળવાના હોય હાલ તેમના દ્વારા આ અંગે કોઈ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો નથી. આમ, દિવાળી સમયે જ પાલિકા દ્વારા દેવાળું કાઢવાની તૈયારી હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : Surat: મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરે ગતિ પકડી, નવસારી ખાતે અન્ય 40 મીટર બોક્સ ગર્ડરનું કાસ્ટિંગ શરૂ થયું

આ પણ વાંચો : Surat : દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે ધુમાડો બની શકે છે હાનિકારક : ફેફસાના નિષ્ણાત તબીબ

Next Article