યાર્ન થી કાપડ અને ગારમેન્ટ સુધી દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહ્યા બાદ હવે સુરત શહેર ફેશન(Fashion ) માં પણ પોતાની જગ્યા બનાવવા જઈ રહ્યું છે. અને આ શક્ય બનશે નિફ્ટનું(National Institute Of Fashion Technology ) સુરત આવવાના કારણે. વર્ષોથી અટકેલી ટેક્સ્ટાઇલ યુનિવર્સીટી પહેલા સુરતમાં હવે નિફ્ટની ભેંટ મળી શકે છે.
સુરતમાં જો નિફ્ટનું સેન્ટર ખુલશે તો દેશનું 18મુ સેન્ટર હશે. ગારમેન્ટ અને કાપડના હબ માટે પોતાની ઓળખ બનાવી ચૂકેલા સુરતમાં ફેશનના મામલે સતત પાછળ રહ્યા છે. સુરતના કાપડ વેપારીઓ ઘણા લાંબા સમયથી વિશ્વ કક્ષાની ટેક્સ્ટાઇલ યુનિવર્સીટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીની માંગ કરતા આવ્યા છે.
કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી અને સુરતના સાંસદ દર્શન જરદોષે થોડા દિવસો પહેલા ગાંધીનગરના નિફ્ટ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. તેના પછી તેમણે સુરતની ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પાસે નિફ્ટને લઈને પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે જણાવ્યું છે. અને તેની તૈયારીઓ પણ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
Visited the prestigious campus of National Institute of Fashion Technology (NIFT) at Gandhinagar, the genesis of traditional handicraft & handlooms & their amalgam with the contemporary fashion world.
(1/2) pic.twitter.com/S7jTQdAQ4q
— Darshana Jardosh (@DarshanaJardosh) September 21, 2021
આ થશે ફાયદો :
સુરતના કાપડ ઉધોગકારોની ક્વોલિટી દુનિયાના મુખ્ય દેશોને પડકાર આપી રહ્યું છે. આવનારા દસ વર્ષ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના છે. અને સુરત આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. કાપડ અને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીની આખી ચેઇન હોવા છતાં ગારમેન્ટ ડિઝાઇનિંગ માટે સુરતે દિલ્હી, મુંબઈ કે બીજા શહેરો પર નિર્ભર રહેવું પડે છે. સુરતમાં નિફ્ટ આવ્યા બાદ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળશે.
સુરતમાં ચાલે છે ગાંધીનગરનું સેન્ટર :
ગાંધીનગર નિફ્ટ સુરતમાં પોતાનું એક સબ સેન્ટર ચલાવી રહ્યું છે. અહીં એક વર્ષનો ડિપ્લોમા કોર્સ ચલાવવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે એસવીએનઆઈટીમાં સંચાલિત આ સેન્ટરનો કોન્ટ્રાકટ પૂર્ણ થઇ ગયો છે. અને હવે તેને શિફ્ટ કરવા કે બંધ કરવાની વાત ચાલી રહી છે.
ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના જણાવ્યા પ્રમાણે સુરતમાં નિફ્ટને લાવવા માટે તેઓ પ્રેઝન્ટેશન તૈયાર કરી રહ્યા છે. આવનારા દિવસોમાં તેને પૂર્ણ કરીને કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી દર્શન જરદોશને સોંપવામાં આવશે. આશા રાખીએ છીએ કે સુરતમાં જલ્દી જ નિફ્ટનું સેન્ટર આવી જાય.
આ પણ વાંચો : Surat : રેડીમેડ ગારમેન્ટ માટે સુરત બન્યું હબ, વેપારીઓની સંખ્યા 250 થી વધીને 4 હજારને પાર