Surat: સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોનાનાં કેસોમાં ઘટાડો થતા યુનિવર્સીટી કોવિડ સેન્ટર બંધ કરાયુ

|

May 08, 2021 | 11:08 AM

Surat: સુરત શહેરમાં પાછલા કેટલાક દિવસોથી શહેરમાં કહેર વર્તાવનાર કોરોના હવે રાહત લેતો દેખાઈ રહ્યો છે. કોરોનાના કેસમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી ઘટાડો નોંધાયો છે. જેનું ઉદાહરણ છે સુરત મહાનગરપાલિકા દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ કરવામાં આવેલ સમરસ કોવિડ કેર સેન્ટર.

Surat: સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોનાનાં કેસોમાં ઘટાડો થતા યુનિવર્સીટી કોવિડ સેન્ટર બંધ કરાયુ
સુરત

Follow us on

Surat: સુરત શહેરમાં પાછલા કેટલાક દિવસોથી શહેરમાં કહેર વર્તાવનાર કોરોના હવે રાહત લેતો દેખાઈ રહ્યો છે. કોરોનાના કેસમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી ઘટાડો નોંધાયો છે. જેનું ઉદાહરણ છે સુરત મહાનગરપાલિકા દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ કરવામાં આવેલ સમરસ કોવિડ કેર સેન્ટર.

સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ આ સમરસ કોવિડ કેર સેન્ટર હાલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અહીં રહેલા છેલ્લા પાંચ દર્દીઓને હજીરા સ્થિત કોવિડ સેન્ટરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

આંકડાની વાત કરીએ તો છેલ્લા 12 દિવસમાં કેસોની સંખ્યામાં અડધા જેટલો ઘટાડો થઇ ગયો છે. 24 એપ્રિલે સુરતમાં 2321 કેસ નોંધાયા હતા તેની સામે હવે 1000 જેટલા કેસ નોંધાઇ રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

રાહતની વાત એ પણ છે કે ઓક્સિજનનો વપરાશ 220 મેટ્રિક ટનથી ઘટીને 150 મેટ્રિક ટન થયો છે. 108 એમ્બ્યુલન્સના દૈનિક કોલ 339 થી ઘટીને 80 થયા છે. 104 એમ્બ્યુલન્સના દૈનિક કોલ 260 થી ઘટીને 60 થયા છે. જ્યારે ધન્વંતરિ રથના દૈનિક કોલ 32 હજારથી ઘટીને 11 હજાર થયા છે.

સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે જણાવ્યું છે કે સમરસ કોવિડ કેર સેન્ટર સારવાર કરનાર દર્દીઓની સંખ્યા ઘટયા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હતો.આ નિર્ણયને કારણે આ સેન્ટરમાં ઉપલબ્ધ ઓક્સિજન તેમજ મેનપાવરનો અન્ય જગ્યા પર ઉપયોગ કરવામાં આવે છે.

આ કોવિડ સેન્ટરમાં પહેલા 250 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જેમાં લગભગ 30 બેડ પર ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ હતી.

અંદાજો એ વાતથી પણ લગાવી શકાય છે કે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ફરતી 108 એમ્બ્યુલન્સનો અવાજ પણ પહેલાં કરતા ઓછો થયો છે. અને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવેલા દર્દીઓની સંખ્યા પણ ઘટી ગઈ છે.

ખાનગી હોસ્પિટલ દર્દીઓનો સંખ્યા ઓછી થઈ છે. અને હોટલો અને ખાનગી ક્લબમાં શરૂ કરવામાં આવેલ સેન્ટર પણ બંધ કરવામાં આવ્યા છે.

શહેરમાં સુધરતી હાલત વચ્ચે નાગરિકોની પણ ફરજ છે કે તેઓ પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે. જોકે સ્થિતિ ભલે સુધરી હોય પણ સંપૂર્ણ કંટ્રોલમાં આવવા માટે હજી દોઢ મહિનો સાવચેતી રાખવાની જરૂર છે.

Published On - 11:07 am, Sat, 8 May 21

Next Article