Surat : રખડતા ઢોરોના ત્રાસના ઉકેલ માટે નવી નીતિ રજૂ, હવે દંડ 500 થી 4000 સુધીનો કરાશે

|

Sep 29, 2021 | 3:22 PM

બીજી કે ત્રીજી વાર પકડાતા ઢોરો માટે મહાનગરપાલિકા તબક્કાવાર 1500 રૂપિયાથી 4 હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલશે. આ સાથે દરેક ઢોરોને રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઈઝ તથા વિઝ્યુલ ટેગ પશુપાલકો ને પોતાના ઢોરોને ફરજીયાત લગાવવાના રહેશે. 

Surat : રખડતા ઢોરોના ત્રાસના ઉકેલ માટે નવી નીતિ રજૂ, હવે દંડ 500 થી 4000 સુધીનો કરાશે
Surat: New policy introduced to address stray cattle harassment, fines to be increased from Rs 500 to Rs 4,000

Follow us on

શહેરમાં રખડતા ઢોરોના(stray cattle)  ત્રાસને નાથવા માટે હવે સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation ) દ્વારા નવી નીતિ(New Policy ) તૈયાર કરવામાં આવી છે.

જેની મંજૂરી માટે આવનારી સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ નીતિમાં મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા કેટલાક આકરા પગલાંઓ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને દાંડી રકમ જે અલગ અલગ ઢોર પકડાય છે એ મુજબ હાલ રૂ.250 થી મહત્તમ રૂ.750 છે. એમાં હવે વધારો કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

પ્રથમવાર પકડાતા વિવિધ ઢોરો માટે 500 રૂપિયાથી લઈને 750નો દંડ કરવામાં આવ્યો છે. જયારે બીજી કે ત્રીજી વાર પકડાતા ઢોરો માટે મહાનગરપાલિકા તબક્કાવાર 1500 રૂપિયાથી 4 હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલશે. આ સાથે દરેક ઢોરોને રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઈઝ તથા વિઝ્યુલ ટેગ પશુપાલકો ને પોતાના ઢોરોને ફરજીયાત લગાવવાના રહેશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

હાલ પણ આ નીતિ અમલમાં છે. પરંતુ તેનો અમલ ન કરનારા પશુપાલકો સામે મહાનગરપાલિકા દ્વારા કોઈ કડક હાથે કામગીરી કરવામાં આવતી નથી. હવે આ ટેગ કે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ વગર જો ઢોર પકડાશે તો ચાર ગણો ચાર્જ વસૂલવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
રખડતા ઢોર પકડતી મહાનગરપાલિકાની ઢોર પાર્ટી પર પશુપાલકો દ્વારા કરવામાં આવતા હુમલા સામે સલામતી માટે સરકાર પાસેથી ડેપ્યુટેશન પર સવિશેષ ઢોર પાર્ટી માટે 24 કલાક, ત્રણ શિફ્ટમાં એસઆરપી અથવા પીસીઆર વાન સાથે પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરવામાં આવશે.

નોંધનીય છે કે હાલ નધણિયાતાં ઢોરો રાખવા માટે કે તેમને નિભાવ કરવા માટે સુરત મહાનગરપાલિકા પાસે ગોટાળાવાડી ખાતે 150 અને ભેસ્તાન ખાતે 350 જેટલા ઢોર સમાઈ શકે એવા ઢોર ડબ્બા છે. ક્યારેક ઢોરોની સંખ્યા વધી જાય છે. તેથી અલગ અલગ ઝોનમાં નવા બે ઢોર ડબ્બા બનાવવામાં આવશે.

આ ઉપરાંત વરાછા, કતારગામ, અને અથવા ઝોનમાં આવેલા બે ઢોર પાર્ટી ઉપરાંત વધારાની એક ઢોર પાર્ટી ફાળવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. નધણિયાતાં ઢોરોને શહેરમાં પાંજરાપોળ, ગૌ શાળા વગેરે હવે સ્વીકારતા નથી. એક ઢોર દીઠ મહાનગરપાલિકાને રોજનો 100 રૂપિયાનો કરહક થાય છે. રખડતા ઢોરોની હયાત નીતિમાં આવા સુધારાઓ સાથેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ આવી છે. જેના પર નિર્ણય લેવામાં આવનાર છે.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

રાજયમાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો, આ તાલુકામાં 1 થી 9 ઇંચ સુધી વરસાદ ખાબક્યો, વાંચો કયાં-કેટલા ઇંચ વરસાદ ?

Next Article