Surat: ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ” આપી અંગદાન કરનાર વ્યક્તિને સન્માનિત કરવાની એક નવી પહેલ

|

Oct 08, 2021 | 7:35 PM

જે લોકો મૃત્યુ બાદ પણ અન્યોને નવ જીવન આપતા ગયા છે. તેમની યાદગીરી પરિવાર અને સમાજ હંમેશા સંભારણાંની જેમ રાખે તે દિશામાં વિચાર કરીને 'માય સ્ટેમ્પ' પર તેમનો ફોટો મુકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

Surat: ટપાલ વિભાગની માય સ્ટેમ્પ આપી અંગદાન કરનાર વ્યક્તિને સન્માનિત કરવાની એક નવી પહેલ

Follow us on

ડોનેટ લાઈફ (Donate Life) દ્વારા દેશમાં સૌપ્રથમ વખત અંગદાન (Organ Donation) કરનાર વ્યક્તિની યાદમાં તેમના ફોટાવાળી ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ” (My Stamp) આપી અંગદાન કરનાર વ્યક્તિને સન્માનિત કરવાની એક નવી પહેલની શરૂઆત કરી. અત્યાર સુધી આ સંસ્થા દ્વારા અંગદાન ઘણા કરવામાં આવ્યા છે. પરંતુ પહેલી વખત અંગદાન કરનાર વ્યક્તિ લોકોના માનસપટ પર કાયમી જીવંત રહે તે માટે તેમનો સ્ટેમ્પ પણ બનાવવામાં આવ્યો હતો. 

 

30 સપ્ટેમ્બરના રોજ વલસાડમાં રોડ અકસ્માતમાં ઈજા પામેલા યોગ શિક્ષક 40 વર્ષીય સ્વ.રંજનબેન પ્રવીણભાઈ ચાવડાને બીજી ઓક્ટોબરના રોજ એક ખાનગી હોસ્પિટલના ડોકટરો દ્વારા બ્રેઈનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફના માધ્યમથી તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરતા રંજનબેનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું.

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

 

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ શહેરના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને સમાજ સેવક ગોવિંદ ધોળકિયામાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની આ સૌપ્રથમ ઘટના હતી. વલસાડ ખાતે અંગદાતા રંજનબેનની પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફની ટીમે રંજનબેનને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનો દ્વારા અંગદાનનો નિર્ણય લઈ પાંચ વ્યક્તિઓને નવું જીવન આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 

પ્રાર્થના સભામાં ટપાલ વિભાગની અંગદાતા રંજનબેનના ફોટાવાળી “માય સ્ટેમ્પ” તેમના પરિવારજનોને તેમની યાદગીરીરૂપે આપવામાં આવી હતી. તદ્દઉપરાંત પ્રશસ્તિપત્ર આપી પરિવારજનોનું અંગદાનના કાર્યમાં તેમણે આપેલા સહયોગ બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

 

અંગદાતાના ફોટાવાળી ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ” પરિવારજનોને આપવામાં આવી હોય તેવી દેશની સૌપ્રથમ ઘટના છે. નોંધનીય છે કે સમગ્ર ભારતમાં અને રાજ્યમાં સુરત શહેર અંગદાનની પ્રવૃત્તિમાં સૌથી અગ્રેસર રહીને માનવતાની સુવાસ ફેલાવી રહ્યું છે. એટલું જ નહીં અન્ય લોકોમાં પણ હવે તે અંગે જાગૃતિ વધી રહી છે. ત્યારે માય સ્ટેમ્પ પર અંગદાન કરનાર વ્યક્તિનો ફોટો મૂકીને તેમને એક સન્માન આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.

 

ડોનેટ લાઈફના પ્રમુખનું કહેવું છે કે જે લોકો મૃત્યુ બાદ પણ અન્યોને નવ જીવન આપતા ગયા છે. તેમની યાદગીરી પરિવાર અને સમાજ હમેશા સંભારણાની જેમ રાખે તે દિશામાં વિચાર કરીને માય સ્ટેમ્પ પર તેમનો ફોટો મુકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો : Surat : SRP બંદોબસ્ત મળતા SMC સક્રીય, રસ્તા પર રખડતા ઢોર બદલ 44 સામે ફરિયાદ, 403 ઢોરને પાંજરે પૂર્યા

 

આ પણ વાંચો : Surat : જીએસટીના એક સમાન દર લાગુ કરવાના નિર્ણય સામે ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનની સરકારને રજુઆત

Next Article