આવનારા ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં પુણા ગામ વિસ્તારમાં આવેલા પુણા ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ફાયરસ્ટેશનનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. હાલ સુરતમાં 16 જેટલા ફાયર સ્ટેશન કાર્યરત છે. અને હજી બીજા નવા 13 ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી પુણા વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશનનું ઉદઘાટન ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં કરવામાં આવે તેવી સંભાવના છે.
ફાયર વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરી બાબતે મેયર અને સબંધીત ફાયર અધિકારીઓ વચ્ચે એક બેઠક પણ મળી હતી. વિવિધ કેટેગરીની 1055 શીડ્યુલ્ડ પૈકીની જગ્યામાંથી હાલ 902 જેટલી જગ્યાઓ ભરવામાં આવી છે. જયારે અન્ય જેટલી પણ ખાલી જગ્યાઓ છે તે જગ્યાઓ પર પણ ભરતી કરવાની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે.
શહરમાં આયોજન હેઠળના નવા ફાયર સ્ટેશનો બાબતે સ્ટાફની જરૂરિયાત બાબતની દરખાસ્ત પર સ્થાયી સમિતિએ મંજૂરીની મહોર મારી દીધી છે. ફાયર વિભાગના કુલ 48 ડ્રાઈવરો પૈકી માત્ર 20 ડ્રાઇવરોને જ યુનિફોર્મ મળ્યા છે. ડ્રાઈવર, ક્લીનર, માર્શલ, લીડર, જમાદારને દોઢ વર્ષથી યુનિફોર્મ મળ્યા નથી. અને ઝડપથી તેઓ તમામને પણ યુનિફોર્મ ઉપલબ્ધ કરવાની સૂચના આપવામાં આવી છે.
આમ, શહેરમાં વસ્તી અને વ્યાપ વધતા ફાયર સ્ટેશનોની સંખ્યા અને ફાયર સ્ટાફ વધારવો એ સમયની માંગ હતી. જેને પુરી કરવા માટે હવે સુરત મહાનગરપાલિકાએ કામગીરી આરંભી છે. સુરતમાં રાંદેર વિસ્તારમાં 3, કતારગામ ઝોનમાં 1, અથવા ઝોનમાં 6, ઉધના ઝોનમાં 4 અને વરાછા ઝોનમાં 2 મળીને કુલ 13 નવા ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે. તેના માટે જરૂરી મહેકમ અંગેની પણ રજુઆત કરી દેવામાં આવી છે. અને કેટલીક જગ્યાઓ પર તો ભરતી ની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :