સુરતના પર્યાવરણ પ્રેમી શિક્ષકે કર્યું હર્બેરીયમ શીટનું કલેકશન, જાણો તેના વિશે

|

Sep 20, 2020 | 6:35 PM

ઘણા લોકોને જુદી જુદી વનસ્પતિઓ સંગ્રહિત કરવાનો શોખ હોય છે. તમે પણ જ્યારે સ્કૂલમાં હશો ત્યારે પુસ્તકના પાનાઓ વચ્ચે ઝાડના પાન અને ફૂલ સુકવ્યા હશે. તેવી જ રીતે થોડી સુવ્યવસ્થિત પદ્ધતિથી લાંબા સમયગાળા સુધી વનસ્પતિના કોઈ એક ભાગને સાચવવાની પદ્ધતિ છે હર્બેરીયમ શીટ, કે જેમાં માત્ર વનસ્પતિના ભાગો જ નહીં પણ તેને લગતી તમામ વિગતો […]

સુરતના પર્યાવરણ પ્રેમી શિક્ષકે કર્યું હર્બેરીયમ શીટનું કલેકશન, જાણો તેના વિશે

Follow us on

ઘણા લોકોને જુદી જુદી વનસ્પતિઓ સંગ્રહિત કરવાનો શોખ હોય છે. તમે પણ જ્યારે સ્કૂલમાં હશો ત્યારે પુસ્તકના પાનાઓ વચ્ચે ઝાડના પાન અને ફૂલ સુકવ્યા હશે. તેવી જ રીતે થોડી સુવ્યવસ્થિત પદ્ધતિથી લાંબા સમયગાળા સુધી વનસ્પતિના કોઈ એક ભાગને સાચવવાની પદ્ધતિ છે હર્બેરીયમ શીટ, કે જેમાં માત્ર વનસ્પતિના ભાગો જ નહીં પણ તેને લગતી તમામ વિગતો પણ સંગ્રહિત કરી શકાય છે. સુરતના એક પર્યાવરણ પ્રેમી શિક્ષકે આવી જ એક હર્બેરીયમ શીટ તૈયાર કરી છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હર્બેરીયમ શીટ એટલે શું અને તે કેવી રીતે બને છે?

હર્બેરીયમ શીટ એટલે સૂકા પ્લાન્ટને કાગળની શીટ પર લાંબો સમય સાચવી રાખવાની પદ્ધતિ. આ હર્બેરીયમ શીટ બનાવવા માટે સૌ પ્રથમ તમને ગમતી કોઈપણ વનસ્પતિઓના ફૂલ અથવા પર્ણને ડાળી સાથે સાચવીને તોડી ભેગા કરી તેને ન્યુઝ પેપર વચ્ચે મૂકી વ્યવસ્થિત સુકાવા દેવી. સમયાંતરે પેપર બદલતા રહેવું, જેથી ફૂગ ન લાગે. 10-15 દિવસમાં પ્લાન્ટ સુકાઈને તૈયાર થઈ જશે. ત્યારબાદ તેને સાવચેતીપૂર્વક ડ્રોઈંગશીટ પર એવી રીતે ગોઠવવામાં આવે છે જેથી તેની બધી લાક્ષણિકતાઓ અને ફ્લોર સ્ટ્રક્ચર સ્પષ્ટ દેખાઈ આવે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હર્બેરીયમ શીટનો ઉપયોગ:

હર્બેરીયમ શીટમાં જે તે વનસ્પતિ તેના મૂળ સ્વરૂપે નિહારી શકાય છે. સાથે તેનું બોટનીકલ નામ, સ્થાનિક નામ, વર્ગ, આયુર્વેદમાં તેના ઉપયોગો, છોડ ક્યાંથી લીધો, કઈ ઋતુમાં લીધો વગેરે જેવી તમામ વિગતો દર્શાવવામાં આવે છે. જે પર્યાવરણ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થાય છે. બાલકૃષ્ણ પરમારને પહેલેથી જ વનસ્પતિની માહિતી એકત્રિત કરવાનો શોખ છે. તેઓ હાલ શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવે છે. તેમણે વિજ્ઞાન અને વનસ્પતિ શાસ્ત્રમાં ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ જણાવે છે કે તેમને પહેલાથી જ વિવિધ પ્રકારની વનસ્પતિઓ એકત્રિત કરવાનો અને તેમના વિશે માહિતી મેળવવાનો તથા વૃક્ષો વાવવાનો શોખ હતો. વનસ્પતિ પ્રત્યેના આ લગાવના કારણે જ અને શિક્ષણ ક્ષેત્રે પણ મદદરૂપ થાય તે હેતુથી આ હરબેરિયમ શીટ બનાવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article