સુરતના જવેલર્સ ગણપતિ લાવ્યા, બજારમાં ચાંદી!

|

Sep 19, 2020 | 5:46 PM

સોનાના ઊંચા દરના કારણે વ્હાઈટ ગોલ્ડમાં ધીમે-ધીમે રોકાણકારો દ્વારા રોકાણ વધી રહ્યું છે. એવામાં ગણેશોત્સવના કારણે કેટલાક રોકાણકર્તાઓએ ચાંદીની નાની ગણેશ મૂર્તિઓમાં સારા પ્રમાણમાં રોકાણ કર્યું હોવાના કારણે જવેલર્સને ચાંદી ફળી છે. બીજી તરફ સોનાના દરમાં સુધારો આવી રહ્યો છે, ગણેશોત્સવની સાથે શરૂ થયેલા તહેવારો અને ફરી સોનાની કિંમતમાં હાઈ જમ્પ આવવાની ચિંતાએ રોકાણકારોએ રોકાણ […]

સુરતના જવેલર્સ ગણપતિ લાવ્યા, બજારમાં ચાંદી!

Follow us on

સોનાના ઊંચા દરના કારણે વ્હાઈટ ગોલ્ડમાં ધીમે-ધીમે રોકાણકારો દ્વારા રોકાણ વધી રહ્યું છે. એવામાં ગણેશોત્સવના કારણે કેટલાક રોકાણકર્તાઓએ ચાંદીની નાની ગણેશ મૂર્તિઓમાં સારા પ્રમાણમાં રોકાણ કર્યું હોવાના કારણે જવેલર્સને ચાંદી ફળી છે. બીજી તરફ સોનાના દરમાં સુધારો આવી રહ્યો છે, ગણેશોત્સવની સાથે શરૂ થયેલા તહેવારો અને ફરી સોનાની કિંમતમાં હાઈ જમ્પ આવવાની ચિંતાએ રોકાણકારોએ રોકાણ કરવાનું શરૂ કરી દીધું છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુરત જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે ગણેશોત્સવ-મોહરમ સહિતના તહેવારોના પગલે સોનામાં રોકાણ થવાનું શરૂ થઈ ચૂક્યું છે.હાલ 30 ટકા જેવું રોકાણ વધ્યું હોવાનો અંદાજ છે. ત્યારે એકમાત્ર સોનું જ નહીં પણ પ્લેટિનિયમ અને ચાંદીમાં પણ રોકાણ ધીમે-ધીમે વધ્યું છે. આ વખતે કોરોનાની સ્થિતિના કારણે મૂર્તિઓનું એક્સપોર્ટ નોંધાયું નથી. પરંતુ ચાંદીની કિંમતમાં પણ આવેલા સુધારાના કારણે અને એક ચોક્કસ વર્ગ દ્વારા સોના સામે પ્લેટિનિયમની વધેલી માંગના કારણે સારો વેપાર જ્વેલર્સને આવનારા દિવસમાં મળશે તેવી આશા સેવાઈ રહી છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વધુમાં ગણેશ ચતુર્થીના કારણે લોકલ લેવલે ચાંદીની 100 ગ્રામથી 1 કિલો, દોઢ કિલો સુધીની મૂર્તિઓની સારી ડિમાન્ડ રહી છે. રોકાણના હેતુથી તેની ખરીદી થતી હોય છે. આશરે 20 ટકા જેટલું રોકાણ ચાંદીમાં નોંધાયું છે. કોરોનામાં લોકોએ ઘરમાં જ ગણેશ સ્થાપના કરતા ગણપતિની ચાંદીની મૂર્તિ ખરીદવા પર પસંદગી ઢોળી છે, જેથી શ્રદ્ધાથી પૂજા પણ થઈ શકે અને ચાંદીમાં રોકાણ પણ થઈ જાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:54 pm, Wed, 26 August 20

Next Article